ગુજરાત/ BJP કોર્પોરેટરની ડોરમેટ્રી કરાઇ સીલ, ફાયર અને NOC મામલે કાર્યવાહી

સુરતમાં BJP કોર્પોરેટરની ડોરમેટ્રી સીલ કરાઈ. ફાયર અને NOC મામલે કાર્યવાહી કરતા પ્રશાસન દ્વારા ડોરમેટ્રી સીલ કરવામાં આવી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 31T170642.432 BJP કોર્પોરેટરની ડોરમેટ્રી કરાઇ સીલ, ફાયર અને NOC મામલે કાર્યવાહી

સુરતમાં BJP કોર્પોરેટરની ડોરમેટ્રી સીલ કરાઈ. ફાયર અને NOC મામલે કાર્યવાહી કરતા પ્રશાસન દ્વારા ડોરમેટ્રી સીલ કરવામાં આવી. કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી. ડોરમેટ્રીમાં એક જ પ્રવેશ દ્વાર હતો. તેમજ મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડમાં ડોર મેટ્રી ઉભી કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા ફાયર અને NOCને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી.

જણાવી દઈએ કે કોરોના સમય બાદ અનેક સ્થાનો પર આગની ઘટનાઓ બનતા હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જેના બાદ ફાયર સેફ્ટીના નિયમો અને NOC મેળવવા મહત્વના બદલાવ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં હવે ફાયર NOC લેવાનું રહેશે નહીં. તેમજ અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ. નગરપાલિકા વિસ્તારોમાં ફાયર NOC આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે અત્યારે અગ્નિકાંડ વિવિધ એકમો પર નગરપાલિકાના ફાયર એકમો સેફ્ટીને લઈને કરાતી ચકાસણીમાં નિયમોનું પાલન ના થતું જોતા એકમો સીલ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી