એકબાજુ સરકાર કોરોના સામે લડી રહી છે. તો બીજી બાજુ સત્તાધારી ભાજપના જ નેતાઓ કોરોના ફેલાવવાનું નક્કી કરીને બેઠા છે. અવાર નવાર જાહેર કાર્યક્રમોમાં નેતાઓ કોવિડ ગાઈડલાઇનનું સરેઆમ ઉલંઘન કરતાં જોવા મળે છે. આવું જ કઈક નવસારી જીલ્લામાં બન્યું છે. ભાજપના નેતાઓ ફરી એકવાર બેફામ બની જાહેરમાં કોરોના ગાઈડ લાઇન્સનું ઉલંઘન કરતાં નજરે ચઢ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા પાલિકાના ભાજપના હોદ્દેદારોએ કોરોના કાળમાં ક્રિકેટ ટુર્નામેંટ યોજી કોવિડ-19 ના નિયમોના જાહેરમાં ધજગરા ઉડાડ્યા છે. પોતાની સાથે શહેરીજનોના જીવ પણ જોખમમાં મૂક્યા છે.
કોરોના કાળમાં પાલિકા દ્વારા બીલીમોરા પ્રીમિયર લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાલિકાના સભ્યો અને શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના સત્તાધીશો સોસીયલ ડિસ્ટન્સ સહિત માસ્ક વગર ફરતા ફોટા સોસિયલ મીડિયા પર મોટી સંખ્યામાં વાયરલ થયા છે.
બીલીમોરા પાલિકાના સત્તાધીશો દ્વારા અવારનવાર કોવિડ-19 ના ધજાગરા ઉડાડતી ઘટનાઓ સામે આવી રહી છે છતાં તંત્ર સહિત પોલીસ નિંદ્રાધીન બની તમાશો જોઈ રહી છે. પાલિકા દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, બીલીમોરા ભાજપ પ્રમુખ સહિત પાલિકા પ્રમુખ પણ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ વગર ફરતા નજરે ચડ્યા હતા. સામાન્ય જનતા માસ્ક વિના બાહર નીકળે તો તરત જ 1000 રૂપિયાનો દંડ વસુલતી પોલીસ પણ મૂક તમાશો જોઈ રહી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
