Gujarat Local Body Election 2026/ મહેસાણામાં ભાજપે મહારેલી કરીને કર્યુ જબરદસ્ત શક્તિ પ્રદર્શન

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહેસાણામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે મહેસાણા મહાનગરપાલિકામાં સત્તા કબજે કરવાના મક્કમ નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ભાજપે પોતાનું સંગઠન અને શક્તિનું પ્રદર્શન કર્યું છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહેસાણામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે મહેસાણા મહાનગરપાલિકામાં સત્તા કબજે કરવાના મક્કમ નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ભાજપે પોતાનું સંગઠન અને શક્તિનું પ્રદર્શન કર્યું છે.

ટોચના નેતાઓની હાજરી

આ મહારેલીમાં મહેસાણાના પ્રભારી ભરત ડાંગર, જિલ્લા પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય સહિતના પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. રેલીમાં મહાનગરપાલિકાના તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો કેસરીયા ખેસ અને ટોપી સાથે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મહેસાણા શહેર કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

મહેસાણામાં ભાજપના પ્રચારે રાજકીય ગરમાટો લાવી દીધો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની આ મહારેલીએ જાણે આખુ મહેસાણા કેસરીયામય કરી નાખ્યુ હતુ. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાણે ભાજપનો જ ખેસ પહેરેલા કાર્યકરો દેખાતા હતા. આમ પ્રચંડ રેલી જાણે વિજયનો શંખનાદ કરતી હોય તે રીતે યોજવામાં આવી હતી. આ રેલી દ્વારા ભાજપે તેની સંગઠનશક્તિની જબરદસ્ત તાકાત દર્શાવી હતી.

આ રેલીએ દર્શાવ્યું હતું કે ભાજપનું સંગઠન કેવી તાકાતથી અને કેવી ક્ષમતાથી કામ કરે છે. 42 ડિગ્રી તાપમાનમાં પણ નીકળેલી રેલીએ રાજકીય ગરમી પણ વધારી દીધી હતી. મહેસાણાને જાણે કેસરી પટ્ટામાં રંગી નાખવાનું હોય તેવો તેમનો નિશ્ચય હતો.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ