Not Set/ BJP નાં નેતાએ પાર્ટીનો જ ઉડાવ્યો મજાક, કહ્યુ-પાર્ટીમાં એન્ટ્રી પહેલા અમે વોશિંગ મશીનમાં તેને ધોઇએ છીએ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને કેન્દ્રીય ગ્રાહક મામલાનાં રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટિલે એક વિવાદિત નિવેદન આપ્યુ છે જે ભાજપને મુશ્કેલીમાં મુકી શકે છે. મહારાષ્ટ્રનાં જલનામાં એક સભાને સંબોધન કરતા રાવસાહેબ દાનવે પાટિલે કહ્યું કે, ભાજપ પાસે ગુજરાતનો નિરમા પાવડર છે અને ભાજપમાં કોઈપણ વ્યક્તિનાં પ્રવેશ પહેલા તેનાથી તેની ધુલાઈ કરવામાં આવે છે. મહારાષ્ટ્રના જલનામાં […]

Top Stories India
default 2 BJP નાં નેતાએ પાર્ટીનો જ ઉડાવ્યો મજાક, કહ્યુ-પાર્ટીમાં એન્ટ્રી પહેલા અમે વોશિંગ મશીનમાં તેને ધોઇએ છીએ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને કેન્દ્રીય ગ્રાહક મામલાનાં રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટિલે એક વિવાદિત નિવેદન આપ્યુ છે જે ભાજપને મુશ્કેલીમાં મુકી શકે છે. મહારાષ્ટ્રનાં જલનામાં એક સભાને સંબોધન કરતા રાવસાહેબ દાનવે પાટિલે કહ્યું કે, ભાજપ પાસે ગુજરાતનો નિરમા પાવડર છે અને ભાજપમાં કોઈપણ વ્યક્તિનાં પ્રવેશ પહેલા તેનાથી તેની ધુલાઈ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના જલનામાં એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ‘ભાજપની પાસે એક વોશિંગ મશીન છે. કોઈને પાર્ટીમાં લઈ જતા પહેલા, અમે તેમને મશીનમાં ધોઈએ છીએ. અમારી પાસે ગુજરાતનો નિરમા પાવડર છે.’ રાવસાહેબ દાનવેએ આ પ્રકારનું વિવાદિત નિવેદન પહેલાવીર નથી આપ્યુ. આ વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન, મહારાષ્ટ્રનાં જલનામાં કાર્યકરો દ્વારા દાળની ખરીદી અંગે મુકાયેલા પ્રશ્નનાં કારણે તેઓ ગુસ્સે થયા હતા. ત્યારે તેમણે કહ્યું હતુ કે, ‘રાજ્ય સરકાર દાળ ખરીદી રહી છે. તમે વધુ અખબારો વાંચો છો. હવે તુર, કપાસ, કઠોળનું રટણ બંધ કરો. આ સમય દરમિયાન તેમણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. એટલું જ નહી, દાનવેએ ખેડૂતોની આત્મહત્યા અંગે વિવાદિત નિવેદન પણ આપ્યું હતુ.

આ અગાઉ ભાજપનાં અન્ય ઘણા નેતાઓ પણ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે, જેના કારણે પક્ષને ભારે શરમમાં મુકાવવુ પડ્યુ હતુ. તાજેતરમાં જ ભોપાલનાં ભાજપનાં લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે,  ભાજપ નેતાઓની મોત વિપક્ષનાં મારક ક્ષમતાનાં કારણે થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.