Loksabha Election 2024/ ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

ભાજપ નેતા સંબિત પાત્રાએ પોતાના એક નિવેદન બદલ માફી માંગી છે. સંબિત પાત્રા ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર છે.

Top Stories India
Beginners guide to 2024 05 21T103535.293 'ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત' નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

ભાજપ નેતા સંબિત પાત્રાએ પોતાના એક નિવેદન બદલ માફી માંગી છે. સંબિત પાત્રા ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર છે. ભાજપના નેતા સંબિત પાત્રાના નિવેદનનો એક વિડિયો અંશો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાત્રા ઓડિયા ભાષામાં કહેતા જોવા મળે છે કે જગન્નાથ મોદીના ભક્ત છે. એટલે કે જગન્નાથ મોદીના ભક્ત છે પોતાના આ નિવેદન બદલ સંબિત પાત્રાએ માફી માંગી છે.

જો કે તેમના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે, પરંતુ દેશ સંબિતે માફી માંગી છે. તેમણે કહ્યું, “પુરીમાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો પછી, મેં ઘણી મીડિયા ચેનલોને બાઈટ આપી અને મેં દરેક જગ્યાએ એક જ વાત કહી. પીએમ નરેન્દ્ર મોદી મહાપ્રભુ જગન્નાથના પ્રખર ભક્ત છે. મીડિયાને બાઈટ આપતી વખતે મેં અજાણતાં કહ્યું. તેનાથી વિપરિત મહાપ્રભુ પીએમ મોદીના ભક્ત છે.

બીજેપી નેતાએ કહ્યું, “કોઈપણ વ્યક્તિ જાણી જોઈને એવી વાત ન કરી શકે કે ભગવાન કોઈ વ્યક્તિનો ભક્ત છે, મને ખબર છે કે કેટલાક લોકોને દુઃખ થયું હશે. ભગવાન પણ મનુષ્યથી અજાણતામાં થયેલી ભૂલોને માફ કરતા હોય છે.

BJP leader Sambit Patra said - devotee of Lord Jagannath Modi | મોદી તો  ભગવાન કરતા પણ મોટા!: સંબિત પાત્રાએ કહ્યું- ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પછી  માફી માગી; કહ્યું- 3 ...

મુખ્યમંત્રી નવીન પટનાયક સંબિત પાત્રા પર નિશાન સાધતા આ નિવેદનને લઈને તેમની આલોચના કરી છે.  બીજી તરફ, એક્સ પર પાત્રાના આ નિવેદનને પોસ્ટ કરીને, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત બીજેડીના ઘણા નેતાઓએ તેમના પર નિશાન સાધ્યું છે. પટનાયકે લખ્યું, ‘આ ભગવાન જગન્નાથ અને લોકોની આસ્થાનું અપમાન છે.’

દરમિયાન, સંબિત પાત્રાએ પણ X પર નવીન પટનાયકની પોસ્ટનો જવાબ આપતા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી. તેણે લખ્યું, ‘મેં મારા નિવેદનમાં કહ્યું હતું કે મોદીજી ભગવાન જગન્નાથના સાચા ભક્ત છે. આ ક્રમમાં એકવાર મારી જીભ લપસી ગઈ અને હું ખોટું બોલી ગયો. આવી ભૂલ કોઈપણ કરી શકે છે. તેની મજાક ન કરવી જોઈએ અને તેને બિનજરૂરી રીતે મુદ્દો બનાવવો જોઈએ નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના આદરમાં ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક

આ પણ વાંચો: ચોથા માળેથી બાળક પડી ગયું, માતાને ટ્રોલ કરવાથી કરી આત્મહત્યા

આ પણ વાંચો: ATMથી પૈસા ઉપાડવા ઠગોએ અપનાવ્યો નવો રસ્તો, જાણીને હેરાન થઈ જશો