Not Set/ ભાજપને કાશ્મીરી નહીં પણ, કાશ્મીરની ભૂમિથી પ્રેમ છે: ઓવૈસી

કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ સામે એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કાશ્મીર અંગે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય પછી પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અથવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ જેવું રાજકીય જ્ઞાન […]

Top Stories India

કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ સામે એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કાશ્મીર અંગે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય પછી પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અથવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ જેવું રાજકીય જ્ઞાન નથી. તેમણે કહ્યું કે હાલની સરકાર કાશ્મીરીઓને નહીં પણ કાશ્મીરની ધરતીને પ્રેમ કરે છે.

ઓવૈસીએ કહ્યું કે સરદાર પટેલ અને પંડિત નહેરુ દ્વારા કાશ્મીર અંગે લેવામાં આવેલ નિર્ણય રાષ્ટ્રના હિતમાં છે. તેમણે આર્ટિકલ 35 એ અને 370 નાબૂદ કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોદી અને શાહ શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શોને અનુસરવાનો દાવો કરે છે, પરંતુ હકીક્તમાં, તેઓ પોતે પણ નથી જાણતા કે, શ્યામા પ્રસાદ  મુખરજીએ પણ આર્ટીકલ  370 ને માન્યતા આપી હતી.

હૈદરાબાદ લોકસભા બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પાર્ટી મુખ્યાલયમાં ઈદ મિલાપ રેલીને સંબોધન કરતાં કહ્યું કે, સરકાર સત્તાને પસંદ કરે છે ન્યાયને નહીં. અમિત શાહ-નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, તેઓ માત્ર સત્તામાં રહેવા માંગે છે, પરંતુ હું એ યાદ અપાવવા માંગુ છું કે, કોઈ પણ વ્યક્તિ આજીવન જીવતો નથી, અથવા કાયમ માટે નિયમો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.