રાજકીય/ અમદાવાદની કોંગ્રેસ હસ્તક સીટ કબજે કરવા બીજેપીએ બનાવ્યો આવો એક્શન પ્લાન

અમદાવાદની 16 સીટ જીતવા બીજેપીએ બનાવ્યો એક્શન પ્લાન,માઇન્સ બુથ પલ્સ કરવા અને એસસી અને લઘુમતી વોટ ને તોડવા રણનીતિ બનાવવામાં આવશે. 

Top Stories Ahmedabad Gujarat
bjp

અમદાવાદની 16 સીટ જીતવા બીજેપીએ બનાવ્યો એક્શન પ્લાન,માઇન્સ બુથ પલ્સ કરવા અને એસસી અને લઘુમતી વોટ ને તોડવા રણનીતિ બનાવવામાં આવશે. લાઘીમતી અને એસસી મત પ્રભાવિત 3 સીટ જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવશે.  રાષ્ટ્રીય કારોબારી બાદ હવે શહેર અને જીલ્લા કારોબારી બીજેપી દ્વારા યોજવામાં આવી રહી છે આજે અમદાવાદ શહેર કારોબારી બેઠક યોજાઈ જેમાં માઈન્સ બુથને પ્લસ કરવા માટે કઈ રણનીતિ સાથે આગળ ચાલવું તેને લઈને મનોમંથન કરવામાં આવ્યું.

આજે અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો પ્રભારી અને સહ પ્રભારીની હાજરીમાં કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં અગામી સમયમાં આવનાર વિધાનસભા ચુંટણી દરમિયાન કેવી રીતે તમામ સીટ અંકે કરી શકાય તેને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું તો અગામી ચુંટણી દરમિયાન તમામ હોદ્દેદારોને રાષ્ટ્રીય સ્તરેથી મળેલું લેશન પણ આપવામાં આવ્યું હતું

આમ તોo અમદાવાદ માં અત્યારે કુલ ૧૬ વિધાનસભા સીટ છે જેમાં ગત ચુંટણી દરમિયાન 4 સીટ દાણીલીમડા,જમાલપુર,બાપુનગર અને દરિયાપુર બેઠકમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેપીને આ તમામ સીટ જીતવા માટે એસસી અને લઘુમતી મતદારોને રીઝવવા કે પછી તેના વોટ તોડવા પડે તો આ સીટ પર બીજેપીને જીત હાસલ થઇ શકે છે.

જમાલપુર સીટ જીતવા માટે બીજેપીએ તૈયાર કર્યો એક્શન પ્લાન
આ સીટ બે ભાગમાં વહેચાયેલી છે જેમાં જમાલપુર અને ખાડિયા વિસ્તાર આવે છે. ખાડિયામાં મતદારો હિંદુ છે જયારે જમાલપુરમાં લઘુમતી મતદારો છે. ખાડિયાના વોટતો બીજેપીને મળશે એ નક્કી છે પરંતુ જમાલપુરમાં લઘુમતી વોટ ૨ ભાગમાં વહેચાયેલા છે
જેમાં બીજેપીને જીતવામાં આડકતરી રીતે AIMIMનો સાથ મળશે. જો AIMIM ચુંટણી લડે તો લઘુમતી વોટ કોંગ્રેસ અને AIMIM માં વહેચાય જાય તો બીજી તરફ ખાડિયા ના વોટ આધારે બીજેપી આસાનીથી જીત મેળવી શકે છે.

દરિયાપુર બેઠક

તો આ બાદ આવે દરિયાપુર બેઠક તેમાં પણ બીજેપીને જીતવા માટે એસસી અને લઘુમતી વોટ તોડવા જરૂરી બને છે અને તેના માટે પણ બીજેપીને AIMIM અને આમ આદમી પાર્ટીના કારણે ફાયદો થઇ શકે છે.જો બીજેપીને આ સીટ પર જીત મેળવવી હોય તો એસસી ઉમેદવારને ટીકીટ આપવી જરૂરી છે જો બીજેપી કોઇપણ એસસી ઉમેદવારને ટીકીટ આપે સાથે જ આપના ઉમેદવાર અને AIMIM ના ઉમેદવાર પણ ચુંટણી લડે તો તેના કારણે બીજેપીને ભલે ઓછા મરજીનથી જીત મળે પણ જીત નિશ્ચિત મળી શકે છે.

દાણીલીમડા

એજ રીતે દાણીલીમડા સીટ પર પણ કોંગ્રેસનો કબજો છે અને આ બેઠક પર સૌથી વધારે મતદારો એસસી સમુદાયના છે જેના કારણે બીજેપીને જીત મેળવવા ભારે તકલીફ ઉઠાવવી પડી રહી છે. આ જ પરિસ્થિતિ બાપુનગર માં પણ છે આ બેઠક પર નોન ગુજરાતી મતદારો આધારે છે જેના કારણે બીજેપીને નુકશાન થઇ રહ્યું છે. જેને લઈને અગામી ચુંટણી દરમિયાન કેવી રીતે જીત મેલેવવી તેને લઈને મનોમંથન બેઠકમાં કરવામાં આવી રહ્યું છે. આમ રાજ્યભરમાં જે પણ નેગેટીવ બુથ છે તેમાં કેવી રીતે જીત મેળવી શકાય ક્યાં મુદ્દાઓ સાથે લકો વચ્ચે જવું આ તમામ બાબતોને લઈને માર્ગદર્શન આપવામાં આવશે જેથી ૧૫૦ સીટના લક્ષાંક ને સર કરી શકાય