Not Set/ ભાજપ સાંસદ સન્ની દેઓલનાં પઠાનકોટમાં “ગુમ’ થયા હોવાના લાગ્યા પોસ્ટર

લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર તેમના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર, અભિનેતાથી રાજકારણી બનેલા સન્ની દેઓલનાં ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પઠાણકોટનાં લોકોનો આક્ષેપ છે કે […]

Top Stories India
sunny deol1578889798717 ભાજપ સાંસદ સન્ની દેઓલનાં પઠાનકોટમાં “ગુમ’ થયા હોવાના લાગ્યા પોસ્ટર

લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર તેમના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર, અભિનેતાથી રાજકારણી બનેલા સન્ની દેઓલનાં ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પઠાણકોટનાં લોકોનો આક્ષેપ છે કે ભાજપનાં સાંસદ સન્ની દેઓલે લોકસભાની ચૂંટણી પુરી થયા પછી એક વાર પણ ગુરદાસપુરની મુલાકાત લીધી નથી.

સમાચાર એજન્સી એએનઆઈનાં અહેવાલ મુજબ પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર ‘ગુમ થયેલા, સાંસદ સન્ની દેઓલ’ નાં પોસ્ટરો લાગેલા છે. લોકોનો આક્ષેપ છે કે, તેઓ આ વિસ્તારમાં વિકાસ અને અન્ય વ્યવસ્થાઓને એકવાર પણ જોવા કે નજર કરવા આવ્યા નથી. આ પહેલા પણ સન્ની દેઓલ પ્રતિનિધિની નિમણૂક અંગેનાં વિવાદોમાં સામેલ હતા. પ્રતિનિધિની નિમણૂક માટે કોંગ્રેસે તેમને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના આધારે તેમને સ્પષ્ટતા કરવી પડી હતી.

Image result for sunny deol missing

સન્ની દેઓલે ગુરદાસપુર લોકસભા મત વિસ્તારની કામગીરીની દેખરેખ રાખવા અને વિવિધ સભાઓમાં ભાગ લેવા પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરી હતી. પરંતુ તેઓની પ્રતિનિધિ નિમણૂંક થયા બાદથી વિવાદ શરૂ થયો હતો. સન્ની દેઓલે આ મામલે ખુલાસો આપ્યો છે. સન્ની દેઓલે પ્રતિનિધિની નિમણૂક અંગેનાં વિવાદને બિનજરૂરી અને કમનસીબ ગણાવ્યો છે. આ અંગે તેણે ફેસબુક પર એક પોસ્ટ પણ લખી હતી.

પંજાબનાં ગુરદાસપુરનાં સાંસદ, સન્ની દેઓલ, લોકસભાનાં પહેલા સત્રમાં 37 દિવસમાંથી 28 દિવસ ગેરહાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે માત્ર 9 બેઠકોમાં ભાગ લીધો હતો. આ અંગે વિપક્ષી પાર્ટીઓએ સન્ની દેઓલને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો. નોંધપાત્ર વાત એ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સન્ની દેઓલ ભાજપનાં ટિકિટ પર પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી જીત્યો હતો. સન્ની દેઓલે ગુરદાસપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં નેતા સુનિલ જાખડને હરાવ્યા હતા. સની દેઓલે સુનીલ જાખડને 75 હજારથી વધુ મતોનાં અંતરે હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.