Not Set/ ભાજપમાં ભડકો? સંકટમોચન(નીતિન પટેલ) પર સંકટ સર્જનનાં આક્ષેપો

ભાજપમાં ભડકો સપાટી પર સંકટમોચન પર સંકટ સર્જનનાં આક્ષેપો મહેસાણા જિલ્લા પ્રમુખના DyCM પર આક્ષેપ નીતિન પટેલ પર જાતિવાદ ફેલાવવાનો આક્ષેપો નથી કોઇ ચૂંટણીઓ આવી રહી કે નથી કોઇ માટી રાજકીય ઉથલ પાથલનાં રાજ્યમાં એંધાણ દેખાતા, છતા રાજ્ય ભાજપમાં ભડકા અને ભડકવવાનું રાજકાણર ચરમસીમાએ જોવામાં આવી રહ્યું છે. શું ભાજપ ધીમી પણ મક્કમ ગતીએ ભંગાણ […]

Top Stories Gujarat
nitin patel 1 ભાજપમાં ભડકો? સંકટમોચન(નીતિન પટેલ) પર સંકટ સર્જનનાં આક્ષેપો
  • ભાજપમાં ભડકો સપાટી પર
  • સંકટમોચન પર સંકટ સર્જનનાં આક્ષેપો
  • મહેસાણા જિલ્લા પ્રમુખના DyCM પર આક્ષેપ
  • નીતિન પટેલ પર જાતિવાદ ફેલાવવાનો આક્ષેપો

નથી કોઇ ચૂંટણીઓ આવી રહી કે નથી કોઇ માટી રાજકીય ઉથલ પાથલનાં રાજ્યમાં એંધાણ દેખાતા, છતા રાજ્ય ભાજપમાં ભડકા અને ભડકવવાનું રાજકાણર ચરમસીમાએ જોવામાં આવી રહ્યું છે. શું ભાજપ ધીમી પણ મક્કમ ગતીએ ભંગાણ તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રશ્ન લોક માનસમાં ઉદ્દભવાનું કારણ પણ છે અને તે કારણ છે ભાજપનાં સંકટમોચન ગણવામાં આવતા નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ.

જી હા ખુદ સંકટમોચન પર જ ભાજપના જ નેતા દ્વારા અને તે પણ તેમના પોતાનાં જીલ્લાનાં નેતા દ્વારા સંકટ સર્જનનાં આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

ઉત્તરગુજરાતમાં જ નીતિન પટેલનો વિરોધ

જી હા, ભાજપાનાં નેતા દેવેન્દ્ર ઠાકોરે નીતિન પટેલ પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, 2015થી નીતિન પટેલ વર્ગ વિગ્રહ કરાવી રહ્યા છે. નીતિન પટેલ પોતાનું રાજકારણ કરવા જાતિવાદનું ઝેર ફેલાવે છે. મુખ્યમંત્રી બનવા ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરાવતા હોવાનો જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખે આક્ષેપ કર્યા છે. ભાજપનાં જ નેતા દ્વારા આવા ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવતા સમગ્ર રાજકીયબેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે.

વડોદરાથી વાયા હતા વિગ્રહી વાયરા

વડોદરાનાં ધારાસભ્ય કેતન ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ, સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ કેટલાક ધારાસભ્યો દ્વારા જ પક્ષનો વિરોધ કરાઈ રહ્યો છે. ભાજપ સરકાર પોતાના જ ધારાસભ્યોનું ન સાંભળતી હોવાની વાત વારંવાર ઉચ્ચારવામાં આવી રહી છે. જો કે, પૂર્વે પણ નેતાઓની નારાજગી સામે આવી હતી અને નીતિન પટેલ દ્વારા જ આ નેતાઓને મનાવી સંકટ ટાળી દેવામાં આવ્યું હતું

કેમ છે ભાજપમાં ભડકો?

શું મુખ્યમંત્રીની ખુરશી છે કારણ ? ભાજપમાં ભડકાનું કારણ કે રાજકારણ મુખ્યમંત્રીની ખુરશીને માનવામાં આવી રહ્યુ છે. વળી એક વર્ગ એવી પણ ચર્ચા કરી રહ્યો છે કે, ભાજપમાં જૂના જોગીએ અને આયાતી ઉમેદવારો(પાટલી બદલુ નેતા – કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા) વચ્ચે ચકમક ઝર્યા કરે છે. ત્યારે ફરીથી ઉત્તર ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે એટલું જ નહીં, પરંતુ આ વખતે તો ખુદ નીતિન પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.