ચૂંટણી/ ઉત્તરપ્રદેશની 2022ની ચૂંટણી માટે ભાજપે રૂપરેખા તૈયાર કરી

ચૂંટણી માટે એકશન પ્લાન તૈયાર કર્યો ભાજપે.

Top Stories
હદલલિાકિરક ઉત્તરપ્રદેશની 2022ની ચૂંટણી માટે ભાજપે રૂપરેખા તૈયાર કરી

ઉત્તરપ્રદેશમાં ભાજપે આગામી 2022ની રૂપરેખા તૈયાર કરી લીધી છે મુ ખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ અંતર્ગત આવતા છ થી આઠ મહિનામાં રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન વિવિધ મોરચે મિશન મોડમાં સાથે મળીને કામ કરશે. આમાં સામાજિક, રાજકીય, ધાર્મિક મોરચાને સંબોધવા તેમજ જાહેર નારાજગી દૂર કરવા અને 2022 માં સત્તા જાળવવા માટેની કાર્ય યોજનાનો સમાવેશ કરવમાં આવ્યો છે.

ગત મહિનામાં પાંચ વિધાનસભાઓના ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, ભાજપના નેતૃત્વ દ્વારા આવતા વર્ષે ઉત્તરપ્રદેશ રાજ્યમાં ચૂંટણી થવાની  છે તેનું આકલન કરવામાં આવ્યુ હતું.હકીકતમાં, પંચાયતની ચૂંટણીના પરિણામોએ તેમને સમયસર ચેતવણી આપી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં ઉત્તર પ્રદેશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પછી ભાજપ અને સંઘનું નેતૃત્વ સક્રિય થઈ ગયું હતું ત્યારબાદ વિવિધ સ્તરેથી પ્રતિસાદ પણ લેવામાં આવ્યો હતો.કેન્દ્રીય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી ઘણી બેઠકો થઈ હતી અને કેન્દ્રીય નેતાઓની મુલાકાત પણ લેવામાં આવી હતી. રાજ્યના નેતાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાની બીજી લહેરમાં લોકોને પડતી મુશ્કેલીઓને કારણે સરકાર પ્રત્યે નારાજગી વધી છે અને તેમાં ધારાસભ્યો અને મંત્રીઓ પણ શામેલ છે.  આવી સ્થિતિમાં તેને ચૂંટણીમાં હારી જવાની સંભાવના છે. ભાજપના નેતૃત્વ આ ખોટને સમયસર ભરવા માંગે છે. જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો પરિણામ વિપરીત આવી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં મિશન પર કામ કરવામાં આવશે જે મુદ્દાઓ ડેેમેજ કરી શકે છે તેને પ્રધાન્ય આપી તેના પર કામ કરવામાં આવશે.  નેતૃત્વ, સંગઠન, સુશાસન, આયોજન, સામાજિક સમીકરણ, ધાર્મિક ધ્રુવીકરણ, જોડાણ, નબળા કલ્યાણ યોજના, રાજ્ય સરકારના છેલ્લા પાંચ વર્ષના મોટા પ્રોજેક્ટ્સ, કેન્દ્ર સરકારની મોટી યોજનાઓ શામેલ છે. કામ કરતી વખતે શક્તિ અને સંગઠનમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી યોગી આદિત્યનાથ સાથે જ ચૂંટણી લડી શકે છે પરતું ચૂંટણી સમયે રણનીતિમાં બદલાવ આવી શકે છે કશું કહેવું  હાલ ઉચિત નથી.