Not Set/ #LoksabhaElections2019 : ગુજરાત ભાજપે વધુ 4 ઉમેદવારના નામ કર્યા જાહેર

અમદાવાદ, ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 19 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 4 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પાટણ  બેઠક ઉપરથી ભરતસિંહ ડાભી ઠાકુર, જુનાગઢ  બેઠક ઉપરથી રાજેશ ચુડાસમા, આણંદ બેઠક ઉપરથી મિતેષ પટેલ  અને છોટા ઉદેપુર  બેઠક ઉપરથી ગીતા રાઠવા નું  નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ આ ચારેય  બેઠકો પર […]

Top Stories Gujarat Others Politics
BJP #LoksabhaElections2019 : ગુજરાત ભાજપે વધુ 4 ઉમેદવારના નામ કર્યા જાહેર

અમદાવાદ,

ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 19 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 4 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પાટણ  બેઠક ઉપરથી ભરતસિંહ ડાભી ઠાકુર, જુનાગઢ  બેઠક ઉપરથી રાજેશ ચુડાસમા, આણંદ બેઠક ઉપરથી મિતેષ પટેલ  અને છોટા ઉદેપુર  બેઠક ઉપરથી ગીતા રાઠવા નું  નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ આ ચારેય  બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી.

WhatsApp Image 2019 03 31 at 1.34.09 PM #LoksabhaElections2019 : ગુજરાત ભાજપે વધુ 4 ઉમેદવારના નામ કર્યા જાહેર

આ નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, પાટણ  બેઠક ઉપર લીલાધર વાઘેલાને ટિકિટ આપવામાં આવી નથી અને અન્ય 2 બેઠક પર પત્તું કપાયું  છે. જેમાં  આણંદ બેઠક ઉપર દિલીપ પટેલ અને છોટા ઉદેપુર રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. જયારે જુનાગઢ  બેઠક ઉપરથી રાજેશ ચુડાસમાને રીપીટ કરવામાં આવ્યા છે.

જયારે જૂનાગઢ તાલાલા વિધાનસભા બેઠક પરથી પેટા-ચૂંટણી માટે જસા બારડની પસંદગી કરવામાં આવી છે.

અત્યાર સુધી આઠ સિટિંગ સાંસદોની ટિકિટ કપાઇ

ભાજપે અત્યાર સુધી 23 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  આ 23 બેઠકમાંથી ગાંધીનગર થી એલ. કે. અડવાણી, સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરા, પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા, પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ, બનાસકાંઠાથી હરી ચૌધરી, અને આજે જાહેર થયેલી છોટા ઉદેપુર, પાટણ  અને આણંદ એમ  3 બેઠક પર સિટિંગ સાંસદોને ટિકિટ આપવામાં  આવી નથી.

https://twitter.com/mantavyanews/status/1112272251246632961