Not Set/ ડેમેજ કન્ટ્રોલ, દેશભરમાં ભાજપ ઉજવશે આંબેડકર જયંતિ

નવી દિલ્હી, એસસી-એસટી એક્ટને લઈ દલિત સંગઠનોના ભારત બંધ બાદ સત્તાધારી ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે હવે પાર્ટી દેશભરમાં આંબેડકર જયંતિ એટલે કે ૧૪ એપ્રિલથી ૫ મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવશે. ભાજપે આંબેડકર જયંતિને રાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. તેમજ મોદી સરકારે એ પણ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ આંબેડકરના […]

Top Stories
th7F9IYGEH ડેમેજ કન્ટ્રોલ, દેશભરમાં ભાજપ ઉજવશે આંબેડકર જયંતિ

નવી દિલ્હી,

એસસી-એસટી એક્ટને લઈ દલિત સંગઠનોના ભારત બંધ બાદ સત્તાધારી ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે હવે પાર્ટી દેશભરમાં આંબેડકર જયંતિ એટલે કે ૧૪ એપ્રિલથી ૫ મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવશે. ભાજપે આંબેડકર જયંતિને રાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. તેમજ મોદી સરકારે એ પણ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ આંબેડકરના સપનાઓને પૂરા કરવા માટે કામ કરી રહ્યા છે.

આંબેડકર જયંતિ પર મોદી સરકારના તમામ મંત્રીઓ દેશના અલગ અલગ શહેરોમાં જશે અને રાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત ભાજપના તમામ સાંસદો પણ પોતપોતાના વિસ્તારમાં રાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણીમાં જાડાશે. તમામ મંત્રીઓ અને સાંસદોને સરકારે આદેશ આપ્યો છે કે આંબેડકર જયંતિ પર પ્રેસ કોન્ફરન્સ અને સભા યોજીને લોકો સુધી એ મેસેજ પહોંચાડે કે તે દલિતોના હિતોની રક્ષા માટે સરકાર તેમની સાથે ઉભી છે. સાથે જ એસસી-એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકદા પર પૂનઃવિચારણા અરજી મારફતે સરકારના દલિતો પ્રત્યેના પક્ષને પણ લોકો સમક્ષ રજુ કરવામાં આવશે.

આ દિવસે વડાપ્રધાન મોદી છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં હાજરી આપશે. આ દેશના સૌથી પછાત ૧૧૪ જિલ્લા પૈકીનો એક છે. આ ઉપરાંત ભાજપ આંબેડકર જયંતિથી પાંચ મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન ચલાવશે. જે અંતર્ગત ૧૮ એપ્રિલે રાષ્ટ્રિય સ્વચ્છતા દિવસ, ૨૪ એપ્રિલે પંચાયતરાજ દિવસ, ૩૦ એપ્રિલે સ્વાસ્થ્ય દિવસ અને ૨ મેના રોજ ખેડૂત કલ્યાણ દિવસ, ૫ મેના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.