Not Set/ ના(રાજ)/ સાવલીથી શરુ થયેલ નારાજગી વાયા વડોદરા, હવે ખેડા પહોંચી, વધુ એક ધારાસભ્ય નારાજ

ભાજપમાં ભડકો શાંત થવાનું જાણે નામ ન લઇ રહ્યો હોય, તેવી રીતે એક બાદ એક ધારાસભ્યોની નારાજગી સપાટી પર આવી રહી છે. ઘટના ક્રમ અનુસરવામાં આવે તો અશંતોષ તો અનેકમાં છે અને કોણ પહેલ કરે તેની રાહ જોવામાં આવી રહી હોય તે પ્રમાણે પ્રતિત થાય છે. અને આ મામલે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જાણે […]

Top Stories Gujarat Others
naraj ના(રાજ)/ સાવલીથી શરુ થયેલ નારાજગી વાયા વડોદરા, હવે ખેડા પહોંચી, વધુ એક ધારાસભ્ય નારાજ

ભાજપમાં ભડકો શાંત થવાનું જાણે નામ ન લઇ રહ્યો હોય, તેવી રીતે એક બાદ એક ધારાસભ્યોની નારાજગી સપાટી પર આવી રહી છે. ઘટના ક્રમ અનુસરવામાં આવે તો અશંતોષ તો અનેકમાં છે અને કોણ પહેલ કરે તેની રાહ જોવામાં આવી રહી હોય તે પ્રમાણે પ્રતિત થાય છે. અને આ મામલે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જાણે રીબીન કાપી નારાજગી પ્રગટ કરવાની શરુઆત કરવામાં આવી હોય તે પ્રકારે  કેતન ઇનામદાર, બાદ વડોદરાનાં બીજા ધારાસભ્યો દ્વારા પણ નારાજગીર જાહેર કરવામાં આવી હતી.

ભાજપનાં હોય, કે કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોની એક જ ફરિયાદ છે કે, પ્રજાનાં કામો નથી થઇ રહ્યા અને અમલદારો અમને કોઇ પણ પ્રકારનો સહકાર કે જવાબ સુધા નથી આપી રહ્યા. આમતો આ ચીલો જૂનો અને જાણીતો જ છે. અને જવાબ માંગો તો પદ્દાધિકારી અને ખુદ ધારાસભ્ય(જે જવાબ નથી મળતો માટે નારાજ છે) તે પણ ભડકી ઉદ્ધતાઈ પર ઉતરી આવે છે. જે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સાબિત પણ કરી દઇને પ્રશ્ન પુછતા મીડિયા કર્મીને જાહેરમાં ગાળોભાંડી – કેમેરો સુધી તોડી નાખવાની કોશિશ કરી હતી. તમામ ઘટના વચ્ચે વધુ એક ધારાસભ્ય રુઠ્યા છે.

જી હા, સાવલીથી પ્રગટેલી આગ વાયા વડોદરાથી હવે ખેડા પહોંચી ગઇ છે, અને કોઇ નથી જાણતું કે ક્યાં ક્યાં સુધી પહોંચશે. ત્યારે ધારાસભ્યોની નારાજગીનાં યથાવત સીલસીલમાં ખેડા જિલ્લામાંથી પણ એક ધારાસભ્ય નારાજ થયા હોવનું સામે આવી રહ્યું છે. ખેડાનાં મહુધાનાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર પણ થયા નારાજ હોવાનું સામે આવી રહ્યું છે  અને ફરી નારાજગીનું કારણ ભ્રષ્ટ અધિકારીઓ હોવાનું કહેવામાં આવ્યું છે. નારાજ નેતાઓ જે ખુદ પણ પ્રશ્નોનાં જવાબ આપતા નથી હોતા તેનું કહેવું છે કે સંકલન મિટિંગોમાં સવાલોનાં પુરતા જવાબ નથી મળતા.

ગુજરાતની સરકાર દ્વારા આટલા પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહ્યાનું કહેવાતુ રહે છે, તો સવાલએ થાય કે કેમ લોકો વચ્ચે રહેનારા ધારાસભ્યો કે જે સીધા જ પ્રજા પ્રતિનીધી તરીકે લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે તે નારાજ થઇ રહ્યા છે? જો ધારાસભ્યોનું  અધિકારીઓ નથી માનતા, તો ગુડ ગવર્નન્સ છે ક્યા ? લાંબી સત્તાને કારણે હવે ગુજરાતની ભાજપ સરકારની ગુડ ગવર્નન્સની વ્યાખ્યામાં બદલાવ આવ્યો છે ?  શું જવાબ આપવાથી કતરાતા અને પ્રશ્ન પુછતા મારવા દોડતા લોકોને પ્રજા સ્વીકારશે?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.