Not Set/ અમરેલીના ધારીમાં ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ.. વર્તમાન MLA અને પૂર્વ MLA સમર્થિત પેનલો વચ્ચે ટક્કર

ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ભાજપ વિરૂદ્ધ ભાજપ બરાબર જામ્યો છે.બન્ને પેનલના કાર્યાલયો ધમધમી રહ્યા છે.

Gujarat
Untitled 29 8 અમરેલીના ધારીમાં ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ.. વર્તમાન MLA અને પૂર્વ MLA સમર્થિત પેનલો વચ્ચે ટક્કર

અમરેલી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતો પૈકીની એક એવી ધારી ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બની છે. અહીં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો છે. અને એમાં પણ સૌથી મોટી વાત એ છે કે.ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા વચ્ચેની આ સિધી ટક્કર છે.

અમરેલી જિલ્લાનું સૌથી મોટુ ગામ ધારી. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી વધુ રસપ્રદ બની છે.કેમ કે આ વખતે અહીં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નહી. પરંતુ ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગ જામ્યો છે…આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ મહિલા અનામત છે. એવા સંજોગોમાં એક તરફ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપત વાળાએ પોતાના ધર્મપત્નીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. અને તેમની આ પેનલનું સમર્થન પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા કરી રહ્યા છે. તો બીજી તરફ ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ સરપંચ જીતુ જોષીએ પણ પોતાની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે. અને આ પેનલનુ સમર્થન વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે બંન્ને પેનલના આગેવાનો પોતાની પેનલને ભાજપની ઓરિજનલ પેનલ ગણાવી રહ્યા છે.

આ  પણ વાંચો ;India vs South Africa / દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ભાજપ વિરૂદ્ધ ભાજપ બરાબર જામ્યો છે.બન્ને પેનલના કાર્યાલયો ધમધમી રહ્યા છે.કાર્યકરો અને સ્થાનિક લોકો ગાંઠીયા અને ભજીયાની જિયાફત ઉડાવી રહ્યા છે.જો કે ધારી ગ્રામ પંચાયતમાં ભાજપ વિરૂદ્ધ ભાજપની પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું કારણ જણાવતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે.ધારીમાં ભાજપની બન્ને પેનલના ઉમેદવારો શકિતશાળી છે અને બધા જ ખુબ ખેલદિલી પૂર્વક ચુંટણી લડી રહ્યા છે.

જિલ્લા ભાજપ પ્રમુખથી લઈને ધારીના સ્થાનિક આગેવાનો ભલે કહેતા હોય કે બધુ બરાબર છે.પરંતુ સૌથી શિસ્તબદ્ધ માનવામાં આવતી પાર્ટીની જ બન્ને પેનલના ઉમેદવારો અને ભાજપ વિરૂદ્ધ ભાજપના સમીકરણો જોતા એવુ ચોક્કસ લાગે છે કે. વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. જે સરવાળે ભાજપને જ નુકસાન કરતા સાબિત થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો ;વારાણસી / કાશી વિશ્વનાથમાં સ્થાપિત કરાશે અહિલ્યાબાઈની પ્રતિમા, જાણો તેની પાછળનું કારણ