ગતિશીલ ગુજરાત/ ભાજપ તમામ ધારાસભ્યોને ટેબલેટ ફ્રીમાં આપશે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત

ભાજપના ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જેમાં ભાજપ તમામ ધારાસભ્યને ટેબલેટ ફ્રીમાં આપશે.આડકતરી રીતે તમામ ધારાસભ્યોને ડિજિટલાઈઝેશન

Top Stories Gujarat
cr ભાજપ તમામ ધારાસભ્યોને ટેબલેટ ફ્રીમાં આપશે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત

ભાજપના ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જેમાં ભાજપ તમામ ધારાસભ્યને ટેબલેટ ફ્રીમાં આપશે.આડકતરી રીતે તમામ ધારાસભ્યોને ડિજિટલાઈઝેશન તરફ પ્રેરવાનો તેમજ વર્તમાન સમયેમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનો સંકેત ગણી શકાય. વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ સમય સાથે તાલ મિલાવી અને પ્રચાર પ્રસારમા કોઈ ક્ષેત્રે પાછળ રહેવા માંગતો એવું લાગી રહ્યું છે.જેના પગલે તમામ પ્રકારની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત કરી છે કે ભાજપ  રૂ.66 લાખના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરશે. સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે ટેબલેટ અપાશે. સિનિયર નેતાઓને પણ ભાજપ તરફથી  ટેબલેટમળશે . કોરોનાની કામગીરી, વાવાઝોડાની કામગીરી અંગે પણ પ્રચાર કરશે. ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત કરી છે.

આ ઉપરાંત ધારાસભ્યોની બેઠકને લઇ બીજા વધુ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધારાસભ્યો સાથે  બેઠક કરશે. તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. આ નિર્ણય પણ ભાજપના ધારાસભ્યની બેઠકમાં લેવાયો છે. વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.ગ્રાઉન્ડ સ્તરે પક્ષને મજબૂત બનાવવા સૂચનો અપાશે.ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે.

majboor str 17 ભાજપ તમામ ધારાસભ્યોને ટેબલેટ ફ્રીમાં આપશે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત