છોટાઉદેપુર/ ભાજપ યુવા મોરચા પ્રમુખનુ અકસ્માતમાં મોત

ભાજપના યુવા પ્રમુખનુ અકસ્માતમાં મોત થતા જીલ્લા ભાજપમા શોકની લાગણી છ્વાઈ ગઈ છે. મોડી રાત્રે બનેલા બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others
યુવા મોરચાના ભાજપના યુવા પ્રમુખનુ અકસ્માતમાં મોત થતા જીલ્લા ભાજપમા શોકની લાગણી છ્વાઈ ગઈ છે. મોડી રાત્રે બનેલા બનાવમાં પોલીસે અકસ્માત
  • ભાજપ યુવા મોરચા પ્રમુખનુ અકસ્માતમાં મોત
  • ઝાડ સાથે બાઈક અથડાતા મોત થયું
  • જીલ્લા ભાજપમાં મોતની લાગણી છવાઈ

છોટાઉદેપુર જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખનું બાઈક અકસ્માતમાં મોત થયું છે. છોટાઉદેપુર જિલ્લાના સિહોદ પાસે બાઈક ઝાડ સાથે અથડાભેર અથડાતા ભાજપના યુવા પ્રમુખનું મોત થયું હતું. ભાજપના યુવા પ્રમુખનુ અકસ્માતમાં મોત થતા જીલ્લા ભાજપમા શોકની લાગણી છ્વાઈ ગઈ છે. મોડી રાત્રે બનેલા બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિરેન પંડિતનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. હિરેન પંડિત રાત્રિનાં અગિયાર વાગ્યે બાઈક લઈને ઘરે જતાં હતા તે દરમિયાન સિહોદ ચોકડી પાસે એક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બીજેપી નેતાને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યુવા મોરચાનાં પ્રમુખનું મોત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.