Not Set/ કાળમુખો કોરોના, એક અઠવાડિયામાં રાજ્યમાં બીજા આશાસ્પદ યુવાન બોડી બિલ્ડરનો લેવાયો ભોગ

કોરોના એ ફરીથી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે ગમે તેવો શરીર સૌષ્ઠવ ધરાવતા હશો તો પણ કોરોના સંક્રમણનો ખતરો રહેલો છે. એટલું જ નહીં શરીરને ગમે તેટલું મજબૂત બનાવશો પરંતુ કોરોનાનાને નબળો માનશો કે

Top Stories Gujarat Vadodara
body builder કાળમુખો કોરોના, એક અઠવાડિયામાં રાજ્યમાં બીજા આશાસ્પદ યુવાન બોડી બિલ્ડરનો લેવાયો ભોગ

કોરોના એ ફરીથી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે ગમે તેવો શરીર સૌષ્ઠવ ધરાવતા હશો તો પણ કોરોના સંક્રમણનો ખતરો રહેલો છે. એટલું જ નહીં શરીરને ગમે તેટલું મજબૂત બનાવશો પરંતુ કોરોનાનાને નબળો માનશો કે અવગણશો તો પરિણામ કઈ પણ આવી શકે છે. પરંતુ હવે જે ઘટના સામે આવી રહી છે, તેને લઈને સમગ્ર રાજ્યમાં યુવાવર્ગમાં શોકનું મોજુ ફરી રહ્યું છે.દેશમાં પોતાની બોડીના લીધે ખ્યાતિ પ્રાપ્ત કરનારા પ્રોફેસનલ બોડી બિલ્ડર રવિવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગયા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પણ 34 વર્ષના ગુજરાતના બોડી બિલ્ડર જગદીશ લાડે સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા હતા.સિદ્ધાર્થ ચૌધરી કે જમની ઉંમર પર જગદીશ લાડની ઉંમરની આસપાસમાં જ હતી, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત રવિવારે વધારે ખરાબ થઈ ગઈ હતી.

Should You Avoid the Gym During the Coronavirus Outbreak? | Time

માત્ર એક અઠવાડિયાની અંદર ઘટેલી આ બીજી ઘટના છે.સિદ્ધાર્થ ચૌધરી બીજા નંબરના બોડી બિલ્ડર છે કે જેમનું ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કોરોનાના કારણે મોત થયું છે. સ્ટેટ બોડી બિલ્ડિંગના વાઈસ પ્રસિડેન્ટ વિજય પંચાલ જણાવે છે કે, “ચૌધરી ગુજરાતના પ્રખ્યાત બોડી બિલ્ડર હતા. બે મહિના અગાઉ સુરતમાં યોજાયેલી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધા તેઓ રનર્સ-અપ રહ્યા હતા.”

COVID-19: Fitness industry gets stab at revival as people trickle back into  gyms- The New Indian Express

મીડિયા સાથેની વાતચીતમાં વિજય પંચાલે વાતચીતમાં જણાવ્યું કે, “સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદના રહેવાસી હતા, તેઓ પણ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ ઘણાં વર્ષોથી બોડી બિલ્ડિંગ કરતા હતા.” વિજય પંચાલે ઉમેર્યું કે, “સિદ્ધાર્થ ચૌધરી પાછલા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા, તેમના નિધનથી તેઓ પોતાના પત્નીને વિલાપ કરતા મૂકી ગયા છે. સિદ્ધાર્થ પ્રોફેશનલ ટ્રેનર તરીકે કામ કરતા હતા અને તેઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતા.”

majboor str 1 કાળમુખો કોરોના, એક અઠવાડિયામાં રાજ્યમાં બીજા આશાસ્પદ યુવાન બોડી બિલ્ડરનો લેવાયો ભોગ