Not Set/ કાળાનાણાંને વ્હાઇટ કરવાની છેલ્લી તક,31 માર્ચ સુધી બ્લેકમની જાહેર કરી વ્હાઇટ કરી શકાશે

નવી દિલ્લી: નોટબંધી બાદ બ્લેકમની ધરાવત લોકો બેનામી અને બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે સરકારે આવા લોકોને વધુ એક તક આપી છે. સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના મુજબ કાળાધનને સફેદ કરવાનો સરકારે છેલ્લો મોકો આપ્યો છે. સરકારે આજથી ઈન્કમ ડિસક્લોઝર સ્કીમ શરૂ કરી છે. જેના અંતર્ગત 50 ટકા […]

India

નવી દિલ્લી: નોટબંધી બાદ બ્લેકમની ધરાવત લોકો બેનામી અને બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે સરકારે આવા લોકોને વધુ એક તક આપી છે. સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના મુજબ કાળાધનને સફેદ કરવાનો સરકારે છેલ્લો મોકો આપ્યો છે. સરકારે આજથી ઈન્કમ ડિસક્લોઝર સ્કીમ શરૂ કરી છે. જેના અંતર્ગત 50 ટકા ટેક્સ અને દંડ ભરીને કોઈ પણ પોતાની કાળી કમાઈ સફેદ કરાવી શકે છે. આ યોજના 31 માર્ચ 2017 સુધી ચાલશે.

સરકાર આજથી એવી એક સ્કીમ લાવી છે જેને કાળાધનના કુબેરો તેમના કાળી કમાઈને સફેદ કરી શકે છે. આ કાળા પૈસાનો અડધો ભાગ તેમણે ગરીબ કલ્યાણ માટે સરકારને આપવો પડશે.

કોઇ પણ વ્યક્તિ કે કંપની 49.9 ટકા કર ચુકવીને પોતાની જાહેર નહિ કરેલી આવકને સફદ કરી શકે છે. તેમા 25 ટકા રકમ વગર વ્યાજે ચાર વર્ષ માટે લૉક કરવામાં આવશે. આ યોજજનામાં લોકોને કુલ જાહેર કરવામાં આવેલી રમકની 50 ટકા રકમ કરના રૂપિયાની રમને વ્હાઇટ કરવાની તક આપે છે. 50 ટકાની ઓફરમાં 30 ટકા કર,10 ટકા દંડના રૂપેમાં અને ટેક્સના 33 ટકા છે જેમા ગરીબ કલ્યાણ સેસનો સમાવેશ થાય છે.

આ સ્કીમ અંતર્ગત તમારી અઘોષિત આવકનો ખુલાસો કરનારા પર કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહિ. જો કે મની લૉંડ્રીગના જેવા અપરાધિક કાનૂનના ઉલ્લંઘન જેવા મામલામાં છૂટ મળશે નહિ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કાળાધનના ખુલાસા કરનારાઓની જાણકારી ગુપપ્ત રાખવામાં આવશે.