Afghanistan Parliament/ વિસ્ફોટમાં ઉત્તરી અફઘાનિસ્તાન હચમચી ઉઠ્યું, 16ના મોત, 24 ઘાયલ

સૂત્રો અનુસાર, હોસ્પિટલના ડૉક્ટરે પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બપોરે થયો હતો. ઉત્તર અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક…

Top Stories World
Afghanistan Blast

Afghanistan Blast: અફઘાનિસ્તાનના સમંગાનમાં બુધવારે એક ધાર્મિક શાળામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર વિસ્ફોટ સમંગાનના ઐબક શહેરમાં આવેલા જાહદિયા મદરેસામાં થયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર, હોસ્પિટલના ડૉક્ટરે પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બપોરે થયો હતો. ઉત્તર અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક શાળામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા, એમ તાલિબાનના અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બપોરની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે ઉત્તરી સમંગાન પ્રાંતની રાજધાની આઈબકમાં થયેલા વિસ્ફોટમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

જણાવી દઈએ કે હજુ સુધી કોઈ જૂથ કે સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. ગયા વર્ષે યુએસ સમર્થિત સરકારને હટાવ્યા બાદ તાલિબાને કબજો મેળવ્યો ત્યારથી અફઘાનિસ્તાન અનેક વિસ્ફોટોથી હચમચી ગયું છે. અધિકાર જૂથોએ જણાવ્યું હતું કે તાલિબાને માનવ અને મહિલા અધિકારોનું સન્માન કરવાના અનેક વચનો તોડ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરમાં જ એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામને રદ કર્યો હતો. યુદ્ધવિરામના અંતની ઘોષણા કરતા TTP નેતૃત્વએ ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં તેના લડવૈયાઓ સામે તાજી લશ્કરી ઝુંબેશને કારણ તરીકે દર્શાવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/માંગરોળ વિધાનસભા બેઠકની ઓળખ છે