સરકારી તંત્ર કેટલું નઘરોળ અને બેપરવા હોય તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે….દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસે ટ્રેડમાર્ક (Trademark) તરીકે એવા નામને મંજૂરી આપી દીધી છે તેને લઈને આખી ઓફિસે શરમાવું પડે તેવા દિવસો આવ્યા છે…. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ ટ્રેડમાર્ક માટે રજિસ્ટ્રેશન આવ્યું ત્યારે તેને મંજૂરી આપનારા અધિકારીઓએ તેને શું જોઈને મંજૂરી આપી…. જો ટ્રેડમાર્ક ઓફિસો આ પ્રકારના રજિસ્ટ્રેશન માટે મંજૂરી આપતી રહેશે તો પછી ભવિષ્યમાં આ પ્રકારના ટ્રેડમાર્કનો રાફડો ફાટી શકે છે….
આશ્ચર્યની વાત એ છે કે નમકીન અને બિસ્કિટ કંપનીએ (Biscuit Company) અશ્લીલ કહેવાતા ટ્રેડમાર્ક ‘ચુતિયારામ’ માટે રજિસ્ટ્રેશન માંગ્યું હતું…. આશ્ચર્યની વાત તો એ છે કે આવી તે કઈ કંપની હશે જેને આ પ્રકારનો ઘૃણાજનક ટ્રેડમાર્ક નોંધાવવાનું સૂજ્યુ…. આટલું ઓછું હોય તેમ ‘ગાતા ભી દીવાના અને સુનતા ભી દીવાના’ની જેમ તેને મંજૂરી આપનારા મળી પણ ગયા…. શું દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસ આ ટ્રેડમાર્કને જે નામે મંજૂરી આપવામાં આવી તેવા લોકોથી જ ભરેલી છે…. દિલ્હીની ટ્રેડમાર્કવાળા ઓફિસના લોકોની આ જ પ્રકારની માનસિકતા છે કે તેમને વાસ્તવમાં ભાષાની કે શબ્દોની જરા પણ સમજ નથી… શું ટ્રેડમાર્ક ઓફિસમાં અંગૂઠા છાપ લોકો કામ કરે છે…?
દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસના આ પ્રકારના લોચા અંગે ઉહાપોહ થતાં તેનું તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતુ અને આ ટ્રેડમાર્કને તેણે રદ કર્યો હતો…. આ પ્રકારનો ટ્રેડમાર્ક નોંધાવનારી કંપનીના માલિક સાધના ગોસ્વામીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેને એક ‘ભૂલ’ ગણાવી હતી….
હવે આ પ્રકારની અરજી ત્રણ નવેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી અને 17 માર્ચ 2025ના રોજ સ્વીકારીને તેને જાહેરમાં મૂકવામાં આવી ત્યારે લોકોએ આપેલા જબરદસ્ત પ્રતિભાવના કારણે ટ્રેડમાર્ક ઓફિસને ખબર પડી હતી કે તેણે ક્યાં કાચુ કાપ્યું છે….
આ પ્રકારનો ટ્રેડમાર્ક દિલ્હી રજિસ્ટર્ડ ઓફિસે કઈ રીતે સ્વીકાર્યો તેમ પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે ઉપર મુજબની અરજી વિવિધ કારણોસર સ્વીકારવામાં આવી હતી….એક તો કોઈએ તેનું નિરીક્ષણ કર્યું ન હતું અને તેના અંગે કોઈએ કોઈ આદેશ આપ્યો ન હતો… આ ઉપરાંત આ ટ્રેડમાર્ક અંગેની ચોથી સુનાવણી હતી… આ ટ્રેડમાર્ક (Trademark) વાસ્તવમાં બે જુદા-જુદાં શબ્દો ‘ચુતી’ અને ‘રામ’નું સંયોજન છે, આ એક અલગ જ પ્રકારનો ટ્રેડમાર્ક છે જે કોઈની નકલ નથી… તેનું અર્થઘટન વ્યક્તિએ-વ્યક્તિએ કદાચ જુદું-જુદું થઈ શકે છે…. તેનો સંલગ્ન માલસામગ્રી સાથે કોઈ સીધો સંદર્ભ નથી… તેથી તેની સામેના વાંધાને માફ કરીને તેને સ્વીકારવામાં આવ્યો હતો….
હવે જ્યારે ટ્રેડમાર્કને ‘સ્વીકૃત અને એડર્વટાઇઝ્ડ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો એટલે તેનો સીધી વાત એવી જ થઈ કે આ અરજી ચકાસણીના પ્રારંભિક તબક્કાને પસાર કરી ગઈ છે…. આમ તપાસ કરનારને ‘ચુતિયારામ’ જેવા શબ્દમાં કશું વાંધાજનક લાગ્યું ન હતું…. આ બાબત બતાવે છે કે તપાસ કરનાર ક્યાં તો આંધળો હશે અથવા તો તે આ શબ્દોનો દૈનિક ધોરણે ઉપયોગ કરતો હશે…. તેથી તેને તેમા અશ્લીલ કે અપશબ્દ જેવું કશું નહીં લાગ્યું હોય….આ જોતાં હવે દિલ્હી ટ્રેડમાર્કની ઓફિસના તપાસકર્તાઓ અને તેની તપાસના માપદંડો સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે….રીતસરનું ધુપ્પલ જ ચલાવતા હોય તેવીં ત્યાંની સ્થિતિ છે…. આ તપાસકારોની માનસિકતા પણ આ ટ્રેડમાર્ક જેવી જ છે….
આ તપાસકારોને (Investigators) નરી આંખે સ્પષ્ટ વંચાતો શબ્દ અશ્લીલ લાગતો નથી તે બતાવે છે કે આ લોકોને કદાચ પોર્નોગ્રાફિક સાઇટ્સની એટલી બધી આદત પડી ગઈ લાગે છે કે હવે તેમને કશું અશ્લીલ લાગતું જ નથી…. કદાચ સાચી જગ્યાએ ખોટા લોકોની નિમણૂક થઈ ગઈ લાગે છે….આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેડમાર્ક સ્વીકારવામાં આવ્યો અને તે ટ્રેડમાર્ક જર્નલમાં પણ પ્રકાશિત થયો….આ બતાવે છે કે ટ્રેડમાર્કના નામ સાથે સામંજસ્ય ધરાવતા કેટલા લોકોની ફોજ દિલ્હીમાં ભરી છે…. તેના પછી જાહેર જનતા અને રસ ધરાવતા પક્ષકારોને તેની સમીક્ષા કરવાની છૂટ આપવામાં આવી હોવાનું બાર એન્ડ બેન્ચે જણાવ્યું હતું….
ટ્રેડ માર્ક અંગેની અરજીની બે વર્ષ કરતાં પણ વધારે સમય સુધી સમીક્ષા કર્યા પછી લીધેલા નિર્ણયમાં પણ છેવટે ટ્રેડમાર્ક ઓફિસે લોચો તો માર્યો જ….આ તો જો જનસમીક્ષા માટે આ પ્રકારના ટ્રેડમાર્ક જાહેરમાં ન મૂકાય તો ટ્રેડમાર્ક ઓફિસ આવા અનેક પ્રકારની ભાંગરા વાટવાની ક્ષમતા ધરાવે છે…..
ટ્રેડમાર્કની જ્યારે પણ નોંધણી કરવામાં આવે છે ત્યારે તેની સામેના વાંધાઓ પણ મંગાવવામાં આવે છે, હવે જો આ ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક એક્ટ 1999ની જોગવાઈ 9-11ની જોગવાઈ પર ખરો ઉતરતો ન હોય એટલે કે તેમા કોઈ વાંધાજનક તત્વ હોય તો પછી તેને રદ કરી શકાય છે…. ટ્રેડમાર્ક સામેના ભારે ઉહાપોહના પગલે રજિસ્ટ્રારે તેણે આપેલી મંજૂરી પરત ખેંચવાની પરત ખેંચી હતી….તેણે કાયદાની સેક્શન 19ને ટ્રેડમાર્ક નિયમ 2017ની જોગવાઈ રુલ 38ની સાથે વાંચીને આ મંજૂરી પરત ખેંચી હતી….તેની સાથે અરજીની સુનાવણી નિશ્ચિત કરી હતી….હવે જો અરજદાર તેમા હાજર ન રહે તો ઉપરોકત જોગવાઈ મુજબ તેની ટ્રેડમાર્કની અરજી આપમેળે રદ થતી હતી….
આગામી દિવસોમાં આ પ્રકારના વાંધાજનક નામવાળા ટ્રેડમાર્કની અરજી સ્વીકારનારા અને તેને મંજૂરી આપનારા અધિકારીઓ સામે તપાસ શરૂ થાય તો આશ્ચર્ય નહીં થાય….
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’