ગુજરાત/ કેશોદ કેન્દ્રમાં ફ્રુટ વેચનારની દીકરીએ 12 સાયન્સમાં મેળવ્યો પ્રથમ રેન્ક

આજે 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેશોદ તાલુકાના વતની અને એક એવી વિદ્યાર્થીની કે જેણે અવ્વલ સ્થાન સમગ્ર તાલુકામાં પ્રાપ્ત કર્યું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 05 09T201240.726 કેશોદ કેન્દ્રમાં ફ્રુટ વેચનારની દીકરીએ 12 સાયન્સમાં મેળવ્યો પ્રથમ રેન્ક

@ચેતન પરમાર 

Junagadh News: આજે 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેશોદ તાલુકાના વતની અને એક એવી વિદ્યાર્થીની કે જેણે અવ્વલ સ્થાન સમગ્ર તાલુકામાં પ્રાપ્ત કર્યું છે. કેશોદના લીમડા ચોકમાં રહેતા પરિવારની દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 99.20 PR સાથે કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેશોદના વતની મુસ્કાનના પિતા ફ્રૂટની લારી ચલાવે છે. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે  તેઓ દીકરીને સાયન્સનો અભ્યાસ કરાવવા માટે સક્ષમ નહોતા. તેમ છતાં ફ્રુટની લારી ચલાવતા મહેબુબભાઇ આખો દિવસ કેશોદ શહેરમાં ફ્રુટની લારીની ફેરી કરે છે અને રોજના 500 થી 700 રૂપિયા જેટલું કમાય છે.

આ ફ્રુટની લારી ચલાવનાર પિતાએ પોતાની પુત્રીને ભણાવવા માટે કોઈપણ પ્રકારની કચાસ રાખી નથી. પિતાએ જણાવ્યું કે, મારી દીકરીની અથાગ મહેનતનું આ પરિણામ છે. તેણે રાત-દિવસ એક કરીને ભણતરમાં ધ્યાન આપ્યું છે. એનું પરિણામ આજે તેને મળ્યું છે. મારી દીકરીના પરિણામથી હું ખૂબ ખુશ છું.

79da24fe 713c 47f0 bc23 38526118efba 1715243653326 કેશોદ કેન્દ્રમાં ફ્રુટ વેચનારની દીકરીએ 12 સાયન્સમાં મેળવ્યો પ્રથમ રેન્ક

મુસ્કાનને શરૂઆતથી જ સાયન્સ ભણવાની ઈચ્છા હતી. તેથી મુસ્કાનની આ ઈચ્છા પૂરી કરવામાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેને  સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુસ્કાનના પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અમે મુસ્કાનને સાયન્સ ભણવા માટે પ્રેરણા આપી હતી. આજે મુસ્કાનની મહેનત જે પ્રકારે રંગ લાવી છે, તેને જોતા અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. મુસ્કાને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

મુસ્કાન કટારીયાએ જણાવ્યું હતું કે આજે ધોરણ 12 સાયન્સ નું પરિણામ જાહેર થતાં સમગ્ર કેશોદ કેન્દ્રમાં હું પ્રથમ ક્રમે આવી છું. મારા પિતા ફ્રુટની લારી ચલાવે છે. મારા પિતાનું સપનું હતું કે હું ભણી આગળ વધી જીવનમાં સફળતા મેળવું. આ માટે હું મારા પિતા મારી સ્કૂલના શિક્ષકો નો આભાર માનું છું. મારા પિતાના સપના અને મારી મહેનત મુજબ મે આજે આ સફળતા મેળવી છે. મેં આજે 99.2018 સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આગળ હું મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….