Not Set/ અરજદારોને મુશ્કેલી: પોસ્ટ ઓફિસમાં અવારનવાર ડાઉન કનેક્ટિવિટીની સમસ્યા, ટાઈલ્સો ઉખડી ગઈ હોવાથી ઠેર ઠેર ગાબડાં પડ્યા

બોડેલી, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં અવારનવાર સારવાર ડાઉન કનેક્ટિવિટીની સમસ્યાને લઈ અરજદારોને અટવાવાનો વારો આવે છે ત્યારે ફરી છેલ્લા પાંચ દિવસ થી પોસ્ટ વિભાગે ફીનાકલ બંધ હોવાથી લેવડ દેવડ બંધ હોવાનું બોર્ડ મારતા અરજદારો અટવાય છે તેમજ અહી આવતા પોસ્ટનું રિકરિંગ કરતાં એજન્ટોને પણ ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે. એજન્ટોને પોતાના ગ્રાહકોના […]

Top Stories Gujarat Others Videos
mantavya 116 અરજદારોને મુશ્કેલી: પોસ્ટ ઓફિસમાં અવારનવાર ડાઉન કનેક્ટિવિટીની સમસ્યા, ટાઈલ્સો ઉખડી ગઈ હોવાથી ઠેર ઠેર ગાબડાં પડ્યા

બોડેલી,

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં અવારનવાર સારવાર ડાઉન કનેક્ટિવિટીની સમસ્યાને લઈ અરજદારોને અટવાવાનો વારો આવે છે ત્યારે ફરી છેલ્લા પાંચ દિવસ થી પોસ્ટ વિભાગે ફીનાકલ બંધ હોવાથી લેવડ દેવડ બંધ હોવાનું બોર્ડ મારતા અરજદારો અટવાય છે તેમજ અહી આવતા પોસ્ટનું રિકરિંગ કરતાં એજન્ટોને પણ ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે.

એજન્ટોને પોતાના ગ્રાહકોના પૈસાની લેવડ દેવડમાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે એજન્ટો તેમજ અરજદારોના જણાવ્યા પ્રમાણે અહી સ્ટાફ ઓછો હોવાથી તેમજ સરવર ડાઉન અને વારંવાર કનેક્ટિવિટી ખોટકાવાના ના કારણે મંથરગતિએ કામકાજ ચાલે છે. તો બીજી તરફ અહી 2009 માં નવીન બનાવેલ પોસ્ટ ઓફિસ ની બિલ્ડીંગ માં નાખેલી ટાઈલ્સો ઉખડી ગઈ હોવાથી ઠેર ઠેર ગાબડાં પડી ગયા હોય અહી થયેલા કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકાઓ શેવાઈ રહી છે.

પોસ્ટ ઓફિસમાં કામકાજ અર્થે આવતા કેટલાક લોકો પડી જાય છે તો કેટલાક ને નાની મોટી ઇજાઓ પણ થઈ હોવાનું બહાર આવ્યું છે પોસ્ટમાં  બેંકિંગ સેવા ચાલતી હોય ચાલતી પૈસા ગણવાનુ મશીન પણ ચાલતું નથી તેમ લોકો જણાવી રહ્યા છે જિલ્લાના વિકાસસીલ એવા બોડેલી વિસ્તાર માં પોસ્ટ ઓફિસ આવેલ હોય અહી આવતા લોકો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.