આત્મહત્યા/ યુવાનીને ઉંબરે આવીને ઉભેલા ત્રણ ભાઈ-બહેનના એકસાથે કુવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી

વેજા ગામથી વાજડી ગામે જવાના કાચા રસ્તા નજીક આવેલ એક કુવામાં એક યુવતી અને બે યુવક પડી ગયા હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચી ત્રણે મૃતદેહ બહાર કાઢ્યા હતા.

Rajkot Trending
corona 1 1 યુવાનીને ઉંબરે આવીને ઉભેલા ત્રણ ભાઈ-બહેનના એકસાથે કુવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી

રાજકોટના કાલાવડ રોડ નજીક વેજા ગામ પાસેથી એક કુવામાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જેને લઇ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.  એક જ પરિવારના બે ભાઈ અને એક બહેન ત્રણેય સાથે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે ભાઈ-બહેની લાશ કુવામા થી મળી આવતા  પોલીસે હાલ ત્રણેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય ભાઈ બહેનની ઉંમર 17 થી 19 વર્ષ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વેજા ગામથી વાજડી ગામે જવાના કાચા રસ્તા નજીક આવેલ એક કુવામાં એક યુવતી અને બે યુવક પડી ગયા હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચી ત્રણે મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તેઓ ત્રણેય પિતરાઈ ભાઈ બહેન છે. પોલીસ તપાસમાં મૃતકોના નામ કવા પબાભાઇ બાંભવા (ઉં.વ.17), ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17) અને પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.19) હોવાનું ખુલ્યું હતું.

ત્રણેય એક જ બાઈક  પર આવી કૂવામાં કૂદી આપઘાત કર્યો હોવાની શંકા પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરવાડ પરિવારના આ ભાઈ બહેને આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  ત્રણે પિતરાઈ ભાઈ બહેન ગઈકાલે સાંજે ઘરેથી નીકળી ગયા હતા અને આજે તેમના મૃતદેહમળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

bharuch aag 28 યુવાનીને ઉંબરે આવીને ઉભેલા ત્રણ ભાઈ-બહેનના એકસાથે કુવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી