સુરેન્દ્રનગર/ લીંબડી હાઈવે પર નિર્માણાધીન ઓવર બ્રિજના ખાડામાંથી લાશ મળી હત્યા, આત્મહત્યા કે દુર્ઘટના? રહસ્ય અકબંધ

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર 6-માર્ગીય રોડ બનાવવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે. નિર્માણાધીન છ માર્ગીય રસ્તામાં ઠેર-ઠેર ખોદકામ થતા અનેક અકસ્માતો સર્જાય ચૂક્યા છે.

Gujarat Others
Untitled 168 લીંબડી હાઈવે પર નિર્માણાધીન ઓવર બ્રિજના ખાડામાંથી લાશ મળી હત્યા, આત્મહત્યા કે દુર્ઘટના? રહસ્ય અકબંધ

હાઈવે પર કાર્યરત ઓવર બ્રિજના ખાડામાંથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક હત્યા, આત્મહત્યા કે દુર્ઘટનાનો શિકાર થયો હશે તે રહસ્ય અકબંધ રહ્યું છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર 6-માર્ગીય રોડ બનાવવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે. નિર્માણાધીન છ માર્ગીય રસ્તામાં ઠેર-ઠેર ખોદકામ થતા અનેક અકસ્માતો સર્જાય ચૂક્યા છે. અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી દીધા છે. લીંબડી હાઈવે પરનું સર્કલ તોડી પાડી ઓવરબ્રિજ બનાવવાનું કામ પણ કેટલાય સમયથી કાચબાની ઝડપથી ચાલી રહ્યું છે. ઓવરબ્રિજના પિલર ઊભા કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મહાકાય ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે.
લીંબડી હાઈવે પર રાધે હોટલ સામે પિલર બનાવવા માટે ખોદાણ કરેલા ખાડામાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પો.કોન્સ નવઘણભાઈ ભરવાડ, હોમગાર્ડના નઝીર સોલંકી, નુરુદીન કાનાણી સહિતનાએ સ્થાનિક લોકોની મદદથી પાણી ભરેલા ખાડામાં તરતી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલી આપી હતી. મૃતકની ઓળખ કે મૃત્યુ પાછળનું કારણ જાણી શકાયું નથી. મૃતકના શરીર પર સફેદ રંગના ડાઘા છે. મૃતકે ખાખી કલરનું પેન્ટ, શર્ટ પહેરેલો હતો. મરનાર વ્યક્તિની કોઈએ હત્યા કરી લાશ ખાડામાં ફેંકી દીધી હશે? મરનાર વ્યક્તિએ આત્મહત્યા કરી હશે? કે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોતને ભેટયો હશે? આ બધા સવાલો લીંબડી પંથકમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.