Not Set/ બોગસ બીલો બનાવી 108 કરોડનું કરચોરી કૌભાંડ, જાણો કેવી રીતે કરતા હતા કરચોરી 

સેન્ટ્રલ જીએસટીના દિલ્હી-પશ્ચિમના કમિશનરે નકલી બિલોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ દ્વારા અયોગ્ય રીતે 108 કરોડ રૃપિયાની કર રાહત મેળવવામાં આવી હતી તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. રોયલ સેલ્સ ઇન્ડિયા અને અન્ય 27 ડમી કંપનીઓ દ્વારા ગુડ્ઝ અને સર્વિસ આપ્યા વગર નકલી બિલ જારી કરવામાં આવ્યા હતાં. આ અંગે બે વ્યકિતની ધરપકડ કરવામાં […]

Business
gst બોગસ બીલો બનાવી 108 કરોડનું કરચોરી કૌભાંડ, જાણો કેવી રીતે કરતા હતા કરચોરી 

સેન્ટ્રલ જીએસટીના દિલ્હી-પશ્ચિમના કમિશનરે નકલી બિલોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ દ્વારા અયોગ્ય રીતે 108 કરોડ રૃપિયાની કર રાહત મેળવવામાં આવી હતી તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. રોયલ સેલ્સ ઇન્ડિયા અને અન્ય 27 ડમી કંપનીઓ દ્વારા ગુડ્ઝ અને સર્વિસ આપ્યા વગર નકલી બિલ જારી કરવામાં આવ્યા હતાં. આ અંગે બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે અને સ્થાનિક કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

gst બોગસ બીલો બનાવી 108 કરોડનું કરચોરી કૌભાંડ, જાણો કેવી રીતે કરતા હતા કરચોરી 

આરોપીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ(આઇટીસી)નો લાભ મેળવવા માટે 28 નકલી કંપનીઓ ચલાવવામાં આવતી હતી. 900 કરોડ રૃપિયાની રકમના નકલી બિલો બનાવીને અયોગ્ય રીતે 108 કરોડ રૃપિયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. આ રેકેટ દ્વારા કોણે કોણે લાભ મેળવ્યો છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ આ નકલી કંપનીઓના બેંક એકાઉન્ટમાં 1.58 કરોડ રૃપિયા સ્થગિત કરી દીધા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વ્યકિતઓની કાર્ય પ્રણાલી એક બીજા સાથે જોડાયેલી છે. તેમણે શંકાસ્પદ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશમાં નકલી કંપનીઓનું જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેના નામે જ મોટી સંખ્યામાં નકલી બિલો બનાવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.