Not Set/ પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

દેશમાં કોરોનાવાયરસે જે રીતે જનતાને દુઃખી કર્યા છે તેવી જ રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ સતત વધતા હોવાના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

Top Stories Business
1 31 પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

દેશમાં કોરોનાવાયરસે જે રીતે જનતાને દુઃખી કર્યા છે તેવી જ રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ સતત વધતા હોવાના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનાં ભાવમાં વધઘટ વચ્ચે એક મોટી વાત કહી છે.

1 32 પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

બોલિવૂડને લાગ્યું ગ્રહણ / હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

આજે સવારે મંત્રીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ અને એલપીજીનાં ભાવ હવે નીચે આવી રહ્યા છે અને તેઓ આગામી દિવસોમાં વધુ ઘટશે. તેમણે કહ્યું કે, અમે અગાઉ પણ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં થયેલા ઘટાડાનો લાભ અંતિમ ગ્રાહકોને ટ્રાન્સફર કરીશું. આપને જણાવી દઇએ કે, અગાઉ લોકસભામાં, વધતા જતા ઇંધણનાં ભાવ અંગેનાં પ્રશ્નોનાં જવાબમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં બમણો વધારો થયો છે. અત્યારે ભાવ પ્રતિ સિલિન્ડર 819 રૂપિયા છે. આ સમય દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં 459 ટકાનો વધારો થયો છે.

અમદાવાદ / સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કિંમતોમાં ક્રમશ વધારાને લીધે એલપીજી અને કેરોસીન પરની સબસિડી (પીડીએસ હેઠળ) સમાપ્ત થઈ છે. પ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ડિસેમ્બર 2020 માં, તેની કિંમત પ્રતિ સિલિન્ડર 594 રૂપિયા હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ