Not Set/ રાજકોટ જીલ્લા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, વધુ એક ઓડિયો ટેપ આવી સામે

રાજકોટ જીલ્લા ભાજપમાં હકીકતમાં, વધુ એક ઓડિયો ટેપ આવી સામે છે, જે મનસુખ સરધારા અને ઘનશ્યામ ભુવાની ઓડિયો ક્લિપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Rajkot
a 7 રાજકોટ જીલ્લા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, વધુ એક ઓડિયો ટેપ આવી સામે

હાલમાં સમાપ્ત થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકીટોની ફાળવણીને લઈને ભાજપના સંગઠનમાં અનેક વિવાદો સામે આવી ચુક્યા છે, ત્યારબાદ હવે સીએમ રુપાણીના હોમ ગણાતા એવા રાજકોટ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ સામે આવી છે.

રાજકોટ જીલ્લા ભાજપમાં હકીકતમાં, વધુ એક ઓડિયો ટેપ આવી સામે છે, જે મનસુખ સરધારા અને ઘનશ્યામ ભુવાની ઓડિયો ક્લિપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લીપમાં કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ સભ્યો મારી પાસે છે તું આવી જા આપણે પાડી દઈએ. હકીકતમાં સોશિયલ મીડિયામાં વાયરલ ઓડિયો ક્લીપમાં મનસુખ સરધારા અને પારડી સીટના સભ્ય ઘનશ્યામ ભુવા વચ્ચેની વાતચીત છે.

આ પણ વાંચો : જામનગરને શર્મસાર કરતી ઘટના, એક તરુણી પર ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, લોધિકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન લાવવા આ ખેલ રચાયો હોવાનું માનવામાં આવે છે અને આ માટે એક સભ્યને મનસુખ સરધારા તરફથી દબાણ કરાયું હતુ.

જો કે સોશિયલ મીડિયામાં વાયરલ આ ઓડિયો કલીપની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. તમને જણાવી દઈએ કે, મનસુખ સરધારા લોધિકા સંઘના ડિરેક્ટર છે. આ અગાઉ પણ જિલ્લા પૂર્વ પ્રમુખ સખીયાની ઓડિયો ટેપ બહાર આવી હતી, જેમાં પણ પાડી દેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી, ત્યારબાદ હવે લોધિકા તા.પં. માટે ઓડિયો આવી બહાર આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના હોમ સીટી કહેવાતા એવા રાજકોટમાં જ ભાજપમાં આંતરિક ખેલ ચાલી રહ્યો છે અને એક પછી એક ઓડિયો ટેપ બહાર આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા આ મામલે કયા પ્રકારનું વલણ દર્શાવવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ટેપની પુષ્ટિ કરતું નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…