Not Set/ બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

ઘણી અભિનેત્રીઓ હતી જેમણે કારકિર્દી અને સ્ટારડમ છોડીને લગ્ન કરી લીધા હતા અને ખૂબ જ નાની ઉંમરે માતા પણ બની હતી.

Entertainment
master card 1 બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

બોલિવૂડમાં આજકાલ હિરોઇનો 30 પછી જ લગ્ન કરી રહી છે. અથવા પોતાના લગ્નની વાત દર્શકો સામે લાવતા ડરે છે. એવી બહુ ઓછી નાયિકાઓ છે કે જેઓ નાની ઉમરે લગ્ન કરી લે છે અને તેમના પરિવાર સાથે સમય વિતાવે છે, પરંતુ વર્ષો પહેલા બોલીવુડમાં આ દ્રશ્ય કંઈક અલગ હતું. જો તમને યાદ હોય તો આવી ઘણી અભિનેત્રીઓ હતી જેમણે કારકિર્દી અને સ્ટારડમ છોડીને લગ્ન કરી લીધા હતા અને ખૂબ જ નાની ઉંમરે માતા પણ બની હતી. ચાલો આપણે જાણીએ તે અભિનેત્રીઓ વિશે કે જેમણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા.

babita બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

કરિશ્મા કપૂર અને કરીના કપૂરની માતા બબીતાએ 23 વર્ષની ઉંમરે રણધીર કપૂર સાથે લગ્ન કર્યા. બબીતા ​​અને રણધીર બાળપણના મિત્રો હતા અને એકબીજા સાથે સારુ બોન્ડીંગ ધરાવતા હતા. કલ આજ ઓર કલ ફિલ્મમાં દર્શકોને તેમની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી.

babita 1 બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

જ્યારે નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા ત્યારે દિવ્યા ભારતી માત્ર 18 વર્ષની હતી. અભિનેત્રી ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરીને ચર્ચામાં આવી હતી. આ પછી તેના રહસ્યમય મૃત્યુએ પણ હેડ લાઈન્સ બનાવી હતી. માનવામાં આવે છે કે તેણે તેના ફ્લેટની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.  દિવ્યા ભારતીના અવસાન પછી સાજિદે વરદા ખાન સાથે લગ્ન કર્યા.

babita 2 બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

બોલિવૂડના ચોકલેટ બોય ઋષિ કપૂર સાથે લગ્ન કરનારી એક સૌથી ખ્યાતનામ અભિનેત્રી નીતુ સિંહ. લગ્ન સમયે તે માત્ર 21 વર્ષની હતો. નીતુએ ચિન્ટુ ઉર્ફે ઋષિની ડેટિંગ શરૂ કરી હતી જ્યારે તે માત્ર 14 વર્ષની હતી. તે તે સમયે શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી અને લાખો દિલોની ધડકન હતી.

babita 3 બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

ભાગ્યશ્રી જ્યારે માત્ર હિમાલયા દાસાણી સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. ભાગ્યશ્રી અને હિમાલયા તેમના સ્કૂલના દિવસોથી જ એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. જ્યારે બંને એક સાથે સ્કૂલની ટુર  પર ગયા ત્યારે હિમાલયાએ ભાગ્યશ્રીને પ્રપોઝ કર્યું હતું. તેમને અવંતિકા દાસાણી અને અભિમન્યુ દાસાણી એમ બે બાળકો છે.

babita 4 બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

જ્યારે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા ત્યારે ડિમ્પલ કાપડિયા માત્ર 16 વર્ષની હતી. તેમના લગ્ન માર્ચ 1973 માં થયા હતા. રાજેશ ખન્નાના અંતિમ દિવસોમાં પણ ડિમ્પલ હંમેશા તેની સાથે રહેતી. સુપરસ્ટારનું 18 જુલાઇ, 2012 ના રોજ મુંબઇના તેના બંગલા આશીર્વાદમાં નિધન થયું હતું.