મુંબઈ
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન માટે હાલ ખુશીના સમાચાર છે. હજુ તો સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ રીલીઝ નથી થઇ ત્યાં તો તેની સાથે ફિલ્મ માટે ઓફરો આવી રહી છે. કેદારનાથ પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિન્બામાં પણ રોલ કરી રહી છે. હવે તેને ઈમ્તિયાઝ અલીએ ત્રીજી ફિલ્મની ઓફર કરી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ ‘કેદાર નાથ ‘ નું ટીઝર રીલીઝ થયું છે જેમાં સારા અલી ખાને દરેકના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે તેની કેમેસ્ટ્રી જોરદાર હશે તેવી ટીઝર પરથી લાગી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈમ્તિયાઝ અલીને કેદારનાથનું ટીઝર ઘણું પસંદ આવી ગયું છે જેને લઈને તેમણે સારાને ફિલ્મ માટે ઓફર કરી છે.
ખબર પ્રમાણે સારાએ હા પડી દીધી છે પરંતુ ઓફીશીયલ રીતે તેની કોઈ જાહેરાત નથી થઇ.
આ વાતથી સારાના પિતા એટલે કે સૈફ અલી ખાન ઘણા ખુશ છે. હજુ સારાની કેરિયર શરુ થવા જઈ રહી છે તેવામાં ઈમ્યીયાઝ અલી સાથે કામ કરવું એ ઘણી મોટી વાત છે.
સૈફ અલી ખાન પોતે પણ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં કામ કરી ચુક્યા છે.
આ ફિલ્મમાં સારા અલી ખાનની જોડીદાર કાર્તિક આર્યન હશે. હાલ સારા સાથે ત્રણ ફિલ્મ છે જે ત્રણેયમાં તેને અલગ-અલગ એક્ટર સાથે કામ કરવા મળી રહ્યું છે.