Not Set/ બોલીવુડ : અમિતાભ બચ્ચનને અચાનક રાત્રે 3 વાગ્યે હોસ્પિટલ ખસેડવામા આવ્યા

બોલીવુડનાં દમદાર અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમને મંગળવારે સવારે 3 વાગ્યે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને હોસ્પિટલમાં 2 દિવસ વધુ દાખલ રહેવુ પડી શકે છે. માનવામાં આવે છે કે રવિવારે તેમને રજા આપવામાં આવી શકે છે. અમિતાભને નાણાવટી હોસ્પિટલમાં જ્યાં દાખલ કરવામાં આવ્યા છે, […]

Uncategorized
081011074948 amitabh bachchan બોલીવુડ : અમિતાભ બચ્ચનને અચાનક રાત્રે 3 વાગ્યે હોસ્પિટલ ખસેડવામા આવ્યા

બોલીવુડનાં દમદાર અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમને મંગળવારે સવારે 3 વાગ્યે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને હોસ્પિટલમાં 2 દિવસ વધુ દાખલ રહેવુ પડી શકે છે. માનવામાં આવે છે કે રવિવારે તેમને રજા આપવામાં આવી શકે છે. અમિતાભને નાણાવટી હોસ્પિટલમાં જ્યાં દાખલ કરવામાં આવ્યા છે, તેને ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. એટલું ગુપ્ત કે કોઈ પણ સેલેબ્સને એ ખબર પણ ન પડી કે બિગ બી હોસ્પિટલમાં દાખલ છે. કોઈને પણ ત્યાં જવા દેવામાં નથી આવી રહ્યા. તેને રૂટીન ચેકઅપ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જો અહીં રૂટિન ચેકઅપ હોય તો તેમને સવારે 3 વાગ્યે કેમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હાલમાં, નાણાવટી હોસ્પિટલે કોઈ સત્તાવાર આરોગ્ય બુલેટિન શેર કર્યું નથી.

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન રૂટિન તપાસ માટે હોસ્પિટલમાં જતા રહે છે. વર્ષ 2012 માં પણ સર્જરીને કારણે તેઓને 12 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને લીવરથી જોડાયેલી સમસ્યા છે. 1982 માં કુલી ફિલ્મનાં શૂટિંગ દરમિયાન અમિતાભને ગંભીર ઈજા થઈ હતી. તેમાં તેઓનું ઘણું લોહી વહ્યુ હતું. પરિસ્થિતિ એવી હતી કે ડોકટરોએ તેમને ક્લિનિકલી મૃત જાહેર કરી દીધી હતી.

આ અકસ્માત પછી, તેમને 200 દાતાઓ દ્વારા 60 બોટલ રક્ત આપવામાં આવ્યું હતું. આ પછી તે ભયથી બહાર આવી ગયા, પરંતુ તે જ સમયે બીજી બીમારીએ તેમને ઘેરી લીધા હતા. વધુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બિગ બીએ પોતે કહ્યું હતું કે, “અકસ્માત દરમિયાન મને જે દાતાઓનું લોહી ચઠાવવામાં આવ્યુ હતુ, તેમાથી એકને હેપેટાઇટિસ બી. હતુ. આ મારફતે તે બિમારી પણ મારા શરીરમાં પ્રવેશી ગઈ હતી. હું વર્ષ 2000 સુધી ઠીક હતો, પરંતુ તે પછી એક સામાન્ય તબીબી તપાસમાં સામે આવ્યુ કે, મારુ લિવર ઇન્ફેક્ટેડ છે. ” અમિતાભ ફક્ત 25 ટકા લિવર સાથે જીવંત છે. તેમનું 75 ટકા લિવર હિપેટાઇટિસનાં ચેપને કારણે ખરાબ થઇ ચુક્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.