Bollywood/ ઋત્વિક રોશન પહોંચ્યો ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ, આ મામલે થશે પુછપરછ

કંગના રનૌત અને ઋત્વિક  રોશનની વચ્ચે 2016ની એક ઘટનાને લઈને એકવાર ફરી વિવાદ શરૂ થયો છે.

Entertainment
a 374 ઋત્વિક રોશન પહોંચ્યો ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ, આ મામલે થશે પુછપરછ

બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતા ઋત્વિક રોશન અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે થયેલા કાનૂની પ્રક્રિયાના વચ્ચે પહોંચી ગઈ છે. જ્યાં હવે પહેલા ઋત્વિક રોશન ક્રાઇમ બ્રાંચની ઓફિસ પહોંચી ગયો છે. અભિનેતાને ગુરુવારે અહીં આવવા માટે સમન પાઠવવામાં આવ્યું હતું. જે બાદ અભિનેતા થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાંચની મુંબઇ ઓફિસ પહોંચી ગયો છે.

કંગના રનૌત અને ઋત્વિક  રોશનની વચ્ચે 2016ની એક ઘટનાને લઈને એકવાર ફરી વિવાદ શરૂ થયો છે. ઋત્વિક રોશન આ સમન બાદ પોલીસને નિવેદન આપવા જઇ રહ્યાં છે. આ વિવાદની પ્રતિક્રિયા આપતા કંગનાએ કહ્યું કે, ‘સિલિ એક્સ’

ઋત્વિક રોશને કંગના સામે ફરી પોલીસમાં નિવેદન નોંધાવવાની વાત કરતા કંગનાએ કહ્યું કે, ‘દુનિયા ક્યાની ક્યાં પહોંચી ગઇ પરંતુ મારો સિલી એક્સ હજું એ જ વળાંકે ઉભો છે પરંતુ સમય ફરી એ જ નથી આવવાનો’

છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને ઋત્વિકની વચ્ચે ફરી એક વખત વિવાદ શરૂ થયો છે. આ વિવાદ એક કેસના કારણે થઇ છે. જેમાં બોગસ ઇમેઇલ આઇડી દ્રારા કાવતરૂ ઘડવાનો પ્લાન છે. વર્ષ 2013 અને 2014માં કંગનાને બોગસ ઇ મેઇલ આઇડી દ્વારા મેઇલ કરવામાં આવ્યા હતા. આ કેસ હવે મુંબઇ પોલીસ ક્રિમિનલ ઇન્ટિલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યો છે.

જો કે ઋતિક રોશને જ વર્ષ 2016માં આ ફરિયાદ નોંધાવી હતી અને કોઇ વ્યક્તિએ ખોટા આઇડીથી કંગનાને મેઇલ મોકલ્યા છે. આ આરોપની જાણકારી કંગનાને થઇ ત્યારે તેણે કહ્યું કે આ આઇડી ઋત્વિકે જ તેને આપ્યુ હતુ. 2014 સુધી તે આ જ આઇડીથી કમ્યુનિકેટ કરતા હતા.

ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે ઋત્વિક રોશનને નિવેદન આપવા માટે હાજર રહેવા કહ્યું છે. ઋત્વિક રોશન શનિવારે 11 વાગ્યે આ કેસ મુદ્દે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં નિવેદન આપશે. આ ઘટના બાદ કંગનાએ ટવિટ કરીને ઋત્વિક રોશનને સિલી એક્સ કહયું હતું.