Not Set/ હોલિવૂડ મૂવિ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રીમેકમાં પરીણિતી ચોપરા ચમકશે

બોલિવૂડમાં પ્રવર્તમાન સમયમાં હોલિવૂડ મૂવિની રીમેક બનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે ત્યારે નિર્દેશક રિભુ દાસગુપ્તા હોલિવૂડની થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની  ની હિન્દી રીમેક બનાવવા જઇ રહ્યા છે. વર્ષ 2015ની આ હોલિવૂડ થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ચમકશે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે આ ફિલ્મની જાહેરાત કરી […]

Uncategorized
Parineeti chopra હોલિવૂડ મૂવિ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં પરીણિતી ચોપરા ચમકશે

બોલિવૂડમાં પ્રવર્તમાન સમયમાં હોલિવૂડ મૂવિની રીમેક બનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે ત્યારે નિર્દેશક રિભુ દાસગુપ્તા હોલિવૂડની થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની  ની હિન્દી રીમેક બનાવવા જઇ રહ્યા છે. વર્ષ 2015ની આ હોલિવૂડ થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ચમકશે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે આ ફિલ્મની જાહેરાત કરી હતી.

Ribhu dasgupta હોલિવૂડ મૂવિ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં પરીણિતી ચોપરા ચમકશે
Ribhu Dasgupta

ઓરિજિનલ હોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો તે પૌલા હોકિન્સની ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ બેસ્ટસેલર બુક પર આધારિત છે. એમિલી બ્લન્ટે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. રિમેક ફિલ્મમાં પરિણીતી એમિલીનું સ્થાન લેશે. ફિલ્મમાં પરિણીતી આલ્કોહોલિક અને ડિવોર્સીનો રોલ કરશે, જે એક ખોવાયેલી વ્યક્તિના ઇન્વેસ્ટિગેશનમાં ફસાઈ જાય છે.

આ ફિલ્મ વિશે પરિણીતીએ મીડિયાને કહ્યું હતું કે, હું એવો રોલ કરવા માગતી હતી, જે રોલમાં દર્શકોએ મને ક્યારેય જોઈ નથી. ફિલ્મ ઓનસ્ક્રીન રિલીઝ થાય તે પહેલાં હું ફિલ્મને લગતી કોઈ  માહિતી શેર નહિ કરું. આ થ્રિલર ફિલ્મના રોલથી હું ઘણી ખુશ છું. હું ઘણી ઉત્સુક છું, કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું જે બુક મને આટલી બધી ગમે છે, તે જ બુક પર બનતી ફિલ્મમાં હું કામ કરીશ. આ ફિલ્મના શૂટિંગની હું રાહ જોઉં છું. મને આશા છે કે ફિલ્મમાં મારો નવો અવતાર જોઈ દર્શકો ચોક્કસથી ખુશ થશે.

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સી.ઈ.ઓ શિબાશીષ સરકારે કહ્યું હતું કે, ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’  ફિલ્મ માત્ર બેસ્ટ થ્રિલિંગ સ્ટોરી જ નહિ પરંતુ, હાર્ટટચિંગ સ્ટોરી પણ ધરાવે છે. અમે બુક અને ફિલ્મના રાઈટ્સ લઈ લીધા છે.

ફિલ્મની વાત કરીએ તો, જુલાઈ 2019થી ફિલ્મનું શૂટિંગ શરુ થશે. ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી, પરંતુ વર્ષ 2020માં તે સિનેમાઘરોમાં દેખાઈ શકે છે. સંપૂર્ણ ફિલ્મનું શૂટિંગ યુ.કે.માં થશે.

નોંધનીય છે કે છેલ્લે પરિણીતી ‘કેસરી’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે દેખાઈ હતી. ‘કેસરી’ ફિલ્મની 150 કરોડ રૂપિયાની કમાણીના સેલિબ્રેશનમાં પરિણીતીએ ‘તેરી મિટ્ટી’ સોન્ગ ગાયું હતું, જેણે ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. ટૂંક સમયમાં તે ‘જબરિયા જોડી’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અને ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે જોવા મળશે.