Not Set/ અમિતાભ બચ્ચનને મળશે સયાજી રત્ન એવોર્ડ, આ દિવસે આવી રહ્યા છે વડોદરા

વડોદરા ૨૦ નવેમ્બરના રોજ વડોદરામાં મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વખતે આ એવોર્ડ સમારોહમાં અમિતાભ બચ્ચન પણ આવવાના છે.આ વર્ષે બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા નેશનલ લેવલે સયાજી રત્ન એવોર્ડ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મળવાનો છે. પ્રથમ એવોર્ડ મળ્યો હતો નારાયણ મૂર્તિને આ એવોર્ડ તેવા […]

Gujarat Vadodara Entertainment
06243512 અમિતાભ બચ્ચનને મળશે સયાજી રત્ન એવોર્ડ, આ દિવસે આવી રહ્યા છે વડોદરા

વડોદરા

૨૦ નવેમ્બરના રોજ વડોદરામાં મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વખતે આ એવોર્ડ સમારોહમાં અમિતાભ બચ્ચન પણ આવવાના છે.આ વર્ષે બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા નેશનલ લેવલે સયાજી રત્ન એવોર્ડ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મળવાનો છે.

પ્રથમ એવોર્ડ મળ્યો હતો નારાયણ મૂર્તિને

આ એવોર્ડ તેવા લોકોને આપવામાં આવે છે જે લોકોએ બીઝનેસ, રમત-ગમત, શિક્ષા અબે મેડીકલ ક્ષેત્રે સારું કામ કર્યું હોય.

પ્રથમ એવોર્ડ ઈન્ફોસીસ કંપનીના સ્થાપક અને લેખિકા સુધા મૂર્તિના પતિ એટલે કે નારાયણ મૂર્તિને મળ્યો હતો.ત્યારબાદ બીજો એવોર્ડ રતન ટાટાને આપવામાં આવ્યો હતો.

હવે આ એવોર્ડ બિગ બી અમિતાભ બચ્ચનને મળવાનો છે.ઉલ્લેખનીય છે કે ઘણા સમય પછી બિગ બી ગુજરાત આવી રહ્યા છે.