Not Set/ જાણો,.ફિલ્મ “કલંક” એક્ટ્રેસ માધુરી દીક્ષિત કઈ ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ માધુરી દીક્ષિતની આવનારી ફિલ્મ “કલંક”ની ચર્ચા અત્યારથી જ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં માધુરી સાથે સંજય દત્ત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષિ સિન્હા અને આદિત્ય રોય કપૂર જોવા મળશે. જણાવી દઈએ કે પહેલા એવું જાણવા મળ્યું હતું કે આ મુવીમાં માધુરી ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે પરંતુ  હાલમાં માહિતી મળી રહી છે કે આ […]

Entertainment
mahubn e1526971691991 જાણો,.ફિલ્મ "કલંક" એક્ટ્રેસ માધુરી દીક્ષિત કઈ ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ

માધુરી દીક્ષિતની આવનારી ફિલ્મ “કલંક”ની ચર્ચા અત્યારથી જ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં માધુરી સાથે સંજય દત્ત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષિ સિન્હા અને આદિત્ય રોય કપૂર જોવા મળશે. જણાવી દઈએ કે પહેલા એવું જાણવા મળ્યું હતું કે આ મુવીમાં માધુરી ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે પરંતુ  હાલમાં માહિતી મળી રહી છે કે આ ફિલ્મમાં માધુરી એક વેશ્યાની ભૂમિકા કરતી જોવા મળશે.

Image result for kalank madhuri dixit

આપને જાણવી દઈએ કે માધુરી ફિલ્મ ‘દેવદાસ’ માં પણ આવા જ રોલમાં જોવા મળી હતી. ‘માધુરી દીક્ષિત આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા કરતી જોવા મળશે કે જે ટ્રેન્ડ કથક ડાન્સર હશે અને તે અન્ય લોકોને પણ કથક ડાન્સ શીખવાડે છે. મધુરીએ અસલ જિંદગીમાં પણ કથકની ટ્રેનિંગ લઇ ચુકી છે. તેથી તેના માટે આ કિરદાર નિભાવવું સરળ છે. આ ફિલ્મમાં માધુરીનો રોલ જરા પણ ફિલ્મ ‘દેવદાસ’થી મળતો નથી.

Image result for devdas madhuri dixit

ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મમાં સંજય દત્તની કઈ ભૂમિકા છે તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ માહિતી મળી રહી છે કે ફિલ્મમાં સંજય દત્ત એક રાજાના રોલમાં દેખાશે. તેમ છતાં, તેમના રોલ વિશે વધુ કંઈ કહી શકાય તેમ નથી. જ્યારે શૂટિંગ શરુ કરવામાં આવશે ત્યારે જાણવા મળશે કે સંજય દત્ત ક્યાં રોલમાં જોવા મળશે. હાલ તો ડાયરેક્ટરે એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.

Related image

Image result for kathak dance madhuri dixit