Not Set/ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ચંકી પાંડેની દીકરી અનન્યા

મુંબઈ  બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પહેલા માહિતી મળી રહી હતી કે, તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનનારી ફિલ્મ, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ સાથે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂ કરશે, પરંતુ જો તાજેતરનાં અહેવાલોનું માનવામાં આવે તો, તેની પ્રથમ ફિલ્મ ‘ગલી બ્વાઈ’ હશે. હકીકતમાં પહેલા ‘soty 2’ 23 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. […]

Entertainment
XM આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ચંકી પાંડેની દીકરી અનન્યા

મુંબઈ 

બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પહેલા માહિતી મળી રહી હતી કે, તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનનારી ફિલ્મ, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ સાથે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂ કરશે, પરંતુ જો તાજેતરનાં અહેવાલોનું માનવામાં આવે તો, તેની પ્રથમ ફિલ્મ ‘ગલી બ્વાઈ’ હશે.

હકીકતમાં પહેલા ‘soty 2’ 23 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેની રિલીઝ ડેટને આગળ વધારવામાં આવી છે. હવે ફિલ્મ મે 2019 ના રિલીઝ કરવામાં આવશે. વર્ષ 2019 માં રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ રહી છે. જોકે ફિલ્મમાં અનન્યાની ભૂમિકા નાની છે અને તે ‘soty 2’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે..

ઝોયા અખ્તર દ્રારા ફિલ્મ ‘ગલી બ્વાઈ’નું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. રણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ‘soty 2’ ની વાત કરીએ તો, આ ફિલ્મનું દિગ્દર્શન પુનિત મલ્હોત્રા કરી રહ્યા છે. આ ફિલ્મ કરન જોહર દ્વારા બનાવવામાં આવી છે. આ ઉપરાંત ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને આલિયા ભટ્ટ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ પછી ત્રણ સ્ટાર્સની કારકિર્દીની શરૂઆત થઇ હતી. ત્યારે હવે ફિલ્મના બીજા પાર્ટમાં અનન્યા બોલીવુડમાં તેનો હાથ અજમાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના જુના વિધાથીઓ એટલે કે સિદ્ધાર્થ, વરુણ અને આલિયા પણ ફિલ્મના બીજા ભાગમાં વિશેષ અપીયરેંસ આપશે.