સાઉથ vs બોલિવૂડ/ સુનીલ શેટ્ટીએ મહેશ બાબુને આપ્યો જવાબ, કહ્યું- ‘બાપ હંમેશા બાપ જ રહેશે’

સુનીલ શેટ્ટીને  સાઉથ વિરુદ્ધ બોલિવૂડ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું કે બાપ હંમેશા બાપ જ રહેશે.

Trending Entertainment
સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી બોલિવૂડનો જાણીતો એક્ટર છે અને તેણે એકથી એક હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીને  સાઉથ વિરુદ્ધ બોલિવૂડ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું કે બાપ હંમેશા બાપ જ રહેશે. હકીકતમાં, તાજેતરમાં, આગામી ફિલ્મ “મેજર” ના ટ્રેલર લોન્ચ દરમિયાન, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પર તેણે કહ્યું હતું કે બોલિવૂડ મને પરવડી શકે તેમ નથી. આ મામલો હવે હોટ ટૉપિક બની ગયો છે. આ અંગે તમામ સેલિબ્રિટી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાસ્તવમાં મહેશ બાબુએ પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે કહ્યું હતું કે હું મારો સમય વેડફવા માંગતો નથી, બોલિવૂડ મને પોસાય તેમ નથી. આ પહેલા સાઉથના કલાકારો કીચા સુદીપ અને અજય દેવગન વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા બોલાચાલી થઈ ચૂકી છે. આટલું જ નહીં રામ ગોપાલ વર્મા, સોનુ સૂદ અને સોનુ નિગમ સહિત ઘણા સેલેબ્સે આ વિવાદમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. હાલમાં જ સાઉથની કેટલીક ફિલ્મો દેશ અને દુનિયામાં હિટ થયા બાદ સાઉથના કલાકારોએ બોલિવૂડ વિશે રેટરિક બનાવવાનું શરૂ કરી દીધું છે અને પોતાને વધુ સારું કહેવાનું શરૂ કર્યું છે.

સુનીલે એક ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીતમાં કહ્યું, તમે કઇં પણ બોલો બાપ બાપ જ હોય છે. “મને લાગે છે કે સોશિયલ મીડિયા પર બોલિવૂડ વિરુદ્ધ સાઉથ ઈન્ડસ્ટ્રીનો સીન બનાવવામાં આવ્યો છે. અમે ભારતીય છીએ અને જો આપણે OTT પ્લેટફોર્મ પર નજર કરીએ, તો ભાષાથી કોઈ ફરક પડતો નથી, કન્ટેન્ટથી કોઈ ફરક પડતો નથી. હું પણ સાઉથથી આવું છું, પણ મારી કર્મભૂમિ મુંબઈ છે, તેથી હું મુંબઈકર કહેવાનું પસંદ કરું છું.”

દર્શકો આ નિર્ણય લઈ રહ્યા છે કે તેમણે કઈ ફિલ્મ જોવી જોઈએ અને કઈ નહીં. આપણી સમસ્યા એ છે કે આપણે દર્શકોને ભૂલી ગયા છીએ. સિનેમા હોય કે ઓટીટી, બાપ બાપ જ રહેશે, પરિવારના બાકીના સભ્યો પરિવારના સભ્યો જ રહેશે. બોલિવૂડ હંમેશા બોલિવૂડ જ રહેશે. આપણે વિચારવું જોઈએ, કારણ કે એ સાચું છે કે આજના સમયમાં કન્ટેન્ટ જ કિંગ છે.

આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીના મતવિસ્તાર વડગામમાં AIMIMના અસદુદ્દીન ઓવૈસી ગજાવશે ચૂંટણીસભા

આ પણ વાંચો:હાર્દિક પટેલ અઠવાડિયે મળશે રાહુલ ગાંધીને, શું કરશે નિર્ણય ?

આ પણ વાંચો:આણંદના મુસ્લિમ યુવકે સોમનાથ મંદિરમાંથી લૂંટેલી સંપત્તિને પરત લાવવાનું આદર્યુ