બોમ્બ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ સાત લોકોનાં મોત

બોમ્બ વિસ્ફોટ થતાં સાતના મોત

World
pakistan 1 પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ સાત લોકોનાં મોત

પાકિસ્તાનના દક્ષિણ-પશ્વિમી બલૂચિસ્તાનમાં શુક્રવારમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના સમયે બોમ્બ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત નિપજ્યા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પેલેસ્ટાઇનના સમર્થન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીમાં વિસ્ફોટ થતાં 7 લોકોના ઘટના સ્થળે મોત થયાં છે. બલૂચિસ્તાનના પ્રાંત સરકારના પ્રવકતા લિયાકત શાહવાનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એ સમયે થયો કે જયારે રેલી ચમન શહેરના બજારથી પસાર થઇ રહી છે તેમણે વધુમાં કહ્યું કે 6 લોકોના મોત થયા છે. અને 14 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. તેમને કેટા લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે ત્યારબાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્પોટમાં સાત લોકોના મોત થયાં છે.