બેદરકારી/ બોટાદમાં કોરોના કીટ વગર જ મતદાન શરુ, મતદાતાઓના જીવ જોખમમાં?

બોટાદ જિલ્લાના ઉગામેડીની કેન્દ્રવર્તી શાળામાં કોરાનાની ગાઇડલાઇનને નેવે મૂકીને મતદાન શરૂ થઈ ગયું હતું.

Gujarat Others
A 385 બોટાદમાં કોરોના કીટ વગર જ મતદાન શરુ, મતદાતાઓના જીવ જોખમમાં?

ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાઈ રહ્યું છે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ દરમિયાનમાં બોટાદ જિલ્લાના ઉગામેડીની કેન્દ્રવર્તી શાળામાં કોરાનાની ગાઇડલાઇનને નેવે મૂકીને મતદાન શરૂ થઈ ગયું હતું.

જણાવીએ કે, મતદાન દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીએ હાજર રહેવાનું હોય છે અને મતદારોને કોરોના કીટ જેમ કે માસ્ક, ગ્લવ્ઝ પહેરાવીને મતદાન કરાવાવાનું હોય છે. પરંતુ અહીંયા અહીંયા આરોગ્યકર્મી ફરજ પર નહોતા અને માત્ર ચૂંટણી સ્ટાફ જ હતો તેથી મતદારોને માસ્ક કે ગ્લવ્ઝ પહેરાવ્યા વગર જ મતદાન થઈ રહ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા મતદાન મથકોને કીટ આપવામાં આવી છે પરંતુ અહીંયા કોઈ કર્મચારી ફરજ પર ન હોવાથી લાલિયાવાડીના દૃશ્યો સામે આવ્યા હતા. આમ ગાઇડલાઇન વગર મતદાન થતું હોવાથી જો કોઈ કોવિડ સંક્રમિત થાય તો સમગ્ર કેન્દ્રમાં આવનાર લોકો પર જોખમ સર્જાઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.