Bribery/ બનેં લાંચ્યા ડોક્ટરો ડિટેન, ઓફિસ-ઘર પર કરાયું સર્ચ

સોલા સિવિલના બે RMO(ડોક્ટરો)નાં લાંચનાં મામલામાં સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ તમામ બાબતોથી અજાણ હોવાની વાત કરવામાં આવી રહી છે. કેટરિનના કોન્ટ્રેક્ટ મુદ્દે સુપ્રિટેન્ડેન્ટ અજાણ ? સામે આવી રહેલી વિગતો અને વાત પ્રમાણે કલેકટર અંતર્ગત આવતી બાબતની ઉઘરાણી RMOએ કરી છે, તેવું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે સોલા સિવિલના બે RMO(ડોક્ટરો) દ્વારા ખોડિયાર […]

Ahmedabad Gujarat
bribe ahd civil બનેં લાંચ્યા ડોક્ટરો ડિટેન, ઓફિસ-ઘર પર કરાયું સર્ચ

સોલા સિવિલના બે RMO(ડોક્ટરો)નાં લાંચનાં મામલામાં સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ તમામ બાબતોથી અજાણ હોવાની વાત કરવામાં આવી રહી છે. કેટરિનના કોન્ટ્રેક્ટ મુદ્દે સુપ્રિટેન્ડેન્ટ અજાણ ? સામે આવી રહેલી વિગતો અને વાત પ્રમાણે કલેકટર અંતર્ગત આવતી બાબતની ઉઘરાણી RMOએ કરી છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે સોલા સિવિલના બે RMO(ડોક્ટરો) દ્વારા ખોડિયાર કેટરર્સના કોન્ટ્રેટર સાથે નક્કી થયાલ 18 લાખની લાંચનાં 8 લાખ લેતા ઝડપાયા હતા. હોસ્પિટલના સ્ટાફના ભોજન-નાસ્તા માટે ખોડિયાર કેટરર્સને કોન્ટ્રેક્ટ અપાયો હતો. લાંચ લેવાતા બંને ડોક્ટર્સની સામે ACBએ છટકુ ગોઠવી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અમદાવાદ સોલા સિવિલના બે ડોક્ટર લાંચ લેતા પકડાયા મામલે 8 લાખની રકમ સાથે ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ ઝડપાયા હતા. જો કે, લાંચ કાંડમાં સામેલગીરી સામે આવી છે તે બન્ને આરોપીને ACB ડિટેઈન કર્યા છે. બને આરોપીના ઘરે અને ઓફિસ પણ સર્ચ કરાયુ છે.