OMG!/ બ્રાઝિલે કોવેકસીન લેવાનો કર્યો ઇન્કાર

બ્રાઝિલે ભારતની બાયોટેક કોરોના વેક્સીનનો બે કરોડ વેકસીનનો ઓર્ડર આપ્યો હતો

World
બ્રાઝિલે કોવેકસીન લેવાનો કર્યો ઇન્કાર

ભારતની દેશી કોરોના કોવેકસીનને લેવાનું બ્રાઝિલે ઇન્કાર કરી દીધું છે. બ્રાઝિલના હેલ્થ રેગ્યુલેટરે કોવેકસીનની આયાત કરવાનો નનૈયો ભર્યો છે. ભારતની દેશી કંપની ભારત બાયોટેકે આ કોવેક્સીનનું નિર્માણ કર્યુ છે.

બ્રાઝિલે ભારતની બાયોટેક કોરોના વેક્સીનની વીસ મિલિયન એટલે કે બે કરોડ વેકસીનનો ઓર્ડર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરીકા બાદ સૌથી વધારે કોરોનાથી પ્રભાવીત બ્રાઝિલ દેશ છે.  એક અહેવાલ પ્રમાણે બ્રાઝિલે ભારતના બાયોટેક વેકસીન તૈયાર થયા પછી તે નિર્ધારિત ધારા-ધોરણ પ્રમાણે તેનો ઉપયોગમાં થઇ શક્યો નથી  તેમ કહીને વેકસીન પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

બ્રાઝિલ સરકારે જણાવ્યુ હતુ કે દવાઓ માટે યોગ્ય રીતે મેન્યુફેક્ચરીંગ પ્રેકટીશેઝના નિયનોનું પાલન કર્યુ નથી. માટે કોવેકસીનને રીજેક્ટ કરીએ છીએ.

રીપોર્ટ અનુસાર ભારત બાયોટેક કંપનીનો સંર્પક કરતા તેમણે આ અંગે ચીંતા વ્યક્ત કરી છે. અને જણાવ્યુ હતુ કે અમે તેમની જરૃરીયાત પર પુરી રીતે ધ્યાન આપીશું, ઉપરાંત વેકસીનની સમય નિર્ધારીત અંગે બ્રાઝિલના એન.આર.એ સાથે વાતાઘાટો પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.

ભારતની બાયોટેક કંપનીની કોવેકસીન 81 ટકા અસરકાર છે. ભારત બાયોટેકે જણાવ્યું પણ છે કે કોવેકસીન બ્રીટનમાં પણ સારી અસરકારક નિવડી છે. ઇરાન,નેપાળ, મોરેશીયસ,પેરાગ્વે અને ઝીમ્બાવે સહીત અનેક દેશોએ કોવેકસીનને મંજુરી આપીને તેની આયાત કરી રહ્યા છે. વધુમાં તેમને જણાવ્યું કે બ્રાઝિલ, થાઇલેન્ડ અને ફીલીપસ્તાનને પણ મંજુરી માટે અરજી કરી હતી. ચાલીસ દેશોએ કોવેકસીન માટે રુચી દાખવી છે.

અહેવાલ પ્રમાણે ભારત,માલદીવ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યામાર સહિત 70 થી વધૂ દેશોએ રસીકરણ કરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ભારત બાયોટેક અને સીરમ ઇનસ્ટીટ્યૂટ દ્ધાર રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે.