પ્રતિબંધ/ મહારાષ્ટ્રમાં આવતીકાલથી બ્રેક ધ ચેન અભિયાન

મહારાષ્ટ્રમાં નવી ગાઇડલાઇન મુજબ સખ્ત નિયમો અમલી બનશે

India
thakre મહારાષ્ટ્રમાં આવતીકાલથી બ્રેક ધ ચેન અભિયાન

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજ લહેરે માઝા મૂકી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ખુબ ભયંકર સ્થિતિ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 51751 નવા કેસો નોંધાયા છે,  તો વળી 258 લોકોના મોત થયા છે. કોરોનાને રોકવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આવતીકાલ રાત્રે 8 કલાકે  નવી ગાઇડલાઇન સખત નિંયત્રણો સાથે લાગુ કરવામાં આવશે. જે આગામી 1 મે સુધી લાગુ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે રાજ્યને સંબોધતા જાહેરાત કરી હતી કે, આવતીકાલે રાત્રે 8 કલાકે સખત નિયમો અને નિયંત્રણો સાથે ગાઇડલાઇન  રજૂ કરવામાં આવશે. જે આવતીકાલથી બ્રેક ધ ચેન અભિયાન શરૂ કરવામાં આવશે. 15 દિવસ સુધી ફકત આવશ્યક સેવાઓ જ યથાવત રહેશે. રાજ્યમાં 144 ધારા અમલી બનશે અને સાથે કારણ વગર કોઇ ઘરની બહાર નહી નીકળી શકે. સ્થાનિક અને અન્ય બસોની સેવા ચાલુ રહેશે તેમજ ઓટો અને ટેકસી સેવાઓ પણ ચાલુ રહેશે,બેંક પણ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં નવી ગાઇડલાઇન મુજબ સખ્ત નિયમો અમલી બનશે.  મંત્રી અસલમ શેખે જણાવ્યું હતું કે થોડા જ કલાકોમાં મુંબઇ અને મહારાષ્ટ્ર માટે નવા કડક દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવશે. આવતીકાલથી નવા નિયમો લાગુ થશે તેના ડરથી પરપ્રાંતિયો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં પાર્ક, જીમ,રેસ્ટોરેન્ટ, સહિત સિનેમા બંધ છે અને ખાનગી ઓફિસો પણ બંધ રાખવામાં આવશે. કોરોનાને રોકવા માટે બ્રેક ધ ચેન અભિયાન શરૂ કરવામાં આવશે.