Not Set/ Breaking/ ભારતીય કંપનીને સૌથી મોટી સફળતા, કોરોના પીડિતોના ઈલાજ માટે મળી દવા

દુનિયા આખીમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ સામે લડવામાં ભારતને મોટી સફળતા મળી છે. વિશ્વ આખાને પોતાની આંગળી ઉપર નચાવનાર કોરોનાને માત આપવા માટે ભારતીય કંપનીએ તેનો ઈલાજ શોધી કાઢ્યો છે. વિશ્વમાં ચારેતરફ કોરોના નો ડર દેખાઈ રહ્યો છે. ત્યારે  નકારાત્મકતા વચ્ચે સારા સમાચાર ભારતીય કંપની તરફથી આવી રહ્યા છે. ભારતીય કંપની ગ્લેનમાર્કને કોરોનાના ઈલાજ માટે […]

Uncategorized
829d613475ad9afa3fc0a2e7c2302525 1 Breaking/ ભારતીય કંપનીને સૌથી મોટી સફળતા, કોરોના પીડિતોના ઈલાજ માટે મળી દવા

દુનિયા આખીમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ સામે લડવામાં ભારતને મોટી સફળતા મળી છે. વિશ્વ આખાને પોતાની આંગળી ઉપર નચાવનાર કોરોનાને માત આપવા માટે ભારતીય કંપનીએ તેનો ઈલાજ શોધી કાઢ્યો છે. વિશ્વમાં ચારેતરફ કોરોના નો ડર દેખાઈ રહ્યો છે. ત્યારે  નકારાત્મકતા વચ્ચે સારા સમાચાર ભારતીય કંપની તરફથી આવી રહ્યા છે. ભારતીય કંપની ગ્લેનમાર્કને કોરોનાના ઈલાજ માટે દવા શોધવામાં સફળતા મળી છે. અને CDSCOની દવાના ઉપયોગને લીલી ઝંડી પણ મળી ચુકી છે.

Amid coronavirus, a drugmaker rescinds its chloroquine price hike ...

કોરોનાકાળમાં જ્યાં ચારેતરફથી નકારાત્મક સમાચાર આવી રહ્યાં છે. ત્યારે દેશમાંથી એક મોટા ખુશીના સમાચાર આવ્યાં છે. દેશની મોટી ફાર્માસ્યૂટિકલ કંપનીને કોરોના હળવાથી મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓના ઈલાજ માટે દવા બનાવવામાં સફળતા મળી ગઈ છે. કંપનીએ પોતાના લેટરહેડ પર સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે. ભારતીય કંપની ગ્લેનમાર્કે જણાવ્યું કે તેમને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન તરફથી કોરોના વાયરસના દર્દીના ઈલાજ માટે દવા બનાવવાની મંજૂરી મળી ગઈ છે.

e628e236 122d 4d90 ac73 84d80de836b0 Breaking/ ભારતીય કંપનીને સૌથી મોટી સફળતા, કોરોના પીડિતોના ઈલાજ માટે મળી દવાઆ દવા ફેવિપિરાવિર છે જેને કંપનીએ ફેબિ ફ્લૂ બ્રાન્ડ નામ સાથે તૈયાર કરી છે. આ દવા માત્ર હળવા લક્ષણ એટલે કે પ્રારંભિક તબક્કામાં નિદાન થાય તેવા દર્દીને જ આપી શકાશે. કોવિડ-19ના સ્પેશ્યિાલિસ્ટ તબીબના પ્રિસ્ક્રીપ્શન પર જ આ દવા મળશે. આ દવા પ્રારંભિક રીતે 3500 રૂપિયાની 34 ટેબલેટ મળવાની હોવાની વાત છે. કંપનીએ દાવો કર્યો છે કે કંપનીના વૈશ્વિક પરીક્ષણમાં દવા કોરોના વાયરસના પ્રારંભિક તબક્કામાં લગભગ 80થી 88 ટકા અસરકારક સાબિત થઈ છે.

જો કે આ વાયરસથી બચાવતી કે વાયરસને નષ્ટ કરતી રસી નથી પરંતુ વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના પ્રારંભિક તબક્કાના ઈલાજમાં દર્દીની હાલતમાં સુધારો કરે છે તેવો દાવો કંપનીએ કર્યો છે. ભારતની કંપનીને આ મોટી સફળતા મળી છે. ત્યારે જોવાનું એ છે કે આ દવા કેવોક ચમત્કાર કરી બતાવે છે. અને ભારતનું નામ કેવુંક રોશન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.