LLC T20/ સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

બ્રેટ લીએ આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને પ્રથમ અને પાંચમાં બોલ પર વિકેટ લઈને વર્લ્ડ જાયન્ટ્સને જીત અપાવી હતી. આ જીત સાથે જ વર્લ્ડ જાયન્ટ્સે ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે.

Sports
11 2022 01 28T105239.241 સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી ઓમાનમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં જોવા મળ્યો હતો. વર્લ્ડ જાયન્ટ્સ ટીમ તરફથી રમતા બ્રેટ લીએ ઈન્ડિયન મહારાજા સામેની મેચની છેલ્લી ઓવરમાં 8 રન બચાવીને પોતાની ટીમને 5 રને જીત અપાવી હતી.

આ પણ વાંચો – IPL / મિસ્ટર 360 ડિગ્રીની ઝલક આ બેબી એબી ડી વિલિયર્સમાં મળી જોવા, જોડાઇ શકે છે વિરાટ સેનામાં

જણાવી દઇએ કે, બ્રેટ લીએ આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને પ્રથમ અને પાંચમાં બોલ પર વિકેટ લઈને વર્લ્ડ જાયન્ટ્સને જીત અપાવી હતી. આ જીત સાથે જ વર્લ્ડ જાયન્ટ્સે ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. શનિવારે 29 જાન્યુઆરીએ એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે ફાઇનલ રમાશે. પ્રથમ બેટિંગ કરવા આવેલી વર્લ્ડ જાયન્ટ્સની ટીમે ઈન્ડિયન મહારાજા સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. ફિલ મસ્ટર્ડ (57) અને હર્શલ ગિબ્સ (89) એ વર્લ્ડ જાયન્ટ્સ માટે બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. હર્ષેલ ગિબ્સે 46 બોલમાં 89 રન બનાવ્યા હતા જેમા 7 ચોક્કા, 7 છક્કા ફટકાર્યા હતા. આ પછી કેવિન ઓ’બ્રાયને 14 બોલમાં 34 રન ફટકારીને ટીમને 200નો આંકડો પાર કરાવ્યો હતો.

કેવિને 14 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. ઈન્ડિયન મહારાજાએ પણ વર્લ્ડ જાયન્ટ્સનાં આ સ્કોરનો પીછો કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. નમન ઓઝા અને પઠાણ ભાઈઓએ મળીને ઈનિંગમાં 18 છક્કા ફટકાર્યા હતા. આમ છતાં ઈન્ડિયન મહારાજાની ટીમ લક્ષ્યાંકથી 5 રન દૂર રહી હતી. નમન ઓઝાએ 95 (7 છક્કા), ઈરફાન પઠાણે 56 (6 છક્કા) અને યુસુફ પઠાણે 45 (5 છક્કા) રન કર્યા હતા. બ્રેટ લીની છેલ્લી ઓવરમાં આખી રમત ઊંધી વળી ગઈ હતી. ઈન્ડિયન મહારાજાને બ્રેટ લીની છેલ્લી ઓવરમાં 8 રન લેવા પડ્યા હતા, બ્રેટ લીએ વાઈડ બોલથી શરૂઆત કરી હતી. આ પછી ઈરફાન પઠાણ ફેંકેલા પહેલા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા આઉટ થયો હતો.

આ પણ વાંચો – LLC T20 / UAE માં ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેને તોફાની ઇનિંગ રમી બતાવ્યો જુનો અંદાજ

જે બાદ મહારાજાની ટીમ ડ્રોપ કેચને કારણે 1 રન ભેગો કરવામાં સફળ રહી હતી. આ રન પછી લીએ પોતાની સચોટ બોલિંગ વડે ટીમને એક પણ રન બનાવવા દીધો ન હતો અને રજત ભાટિયા પણ પાંચમાં બોલ પર રન આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. લીએ છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપીને વર્લ્ડ જાયન્ટ્સને 5 રનથી જીત અપાવી હતી. આ જીત સાથે વર્લ્ડ જાયન્ટ્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વર્લ્ડ જાયન્ટ્સ 29 જાન્યુઆરીએ ફાઇનલમાં એશિયા લાયન્સ સામે ટકરાશે. ઈન્ડિયન મહારાજાની ટીમ આ હાર સાથે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.