T20 World Cup/ શ્રીલંકાનાં વાનિન્દુ હસરંગાએ ઈંગ્લેન્ડની બે વિકેટ લઇને બનાવ્યો ખાસ રેકોર્ડ

આ મેચમાં વાનિન્દુ હસરંગાએ બે વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શ્રીલંકાનાં સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ભલે IPL માં કંઈ ખાસ કરી શક્યો નથી,

Sports
વાનિન્દુ હસરંગા

પહેલા જોસ બટલરની શાનદાર બેટિંગ અને પછી બોલરોની શાનદાર બોલિંગનાં સહારે ઈંગ્લેન્ડની ટીમે ટોપ 12 મેચમાં શ્રીલંકાને 26 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે શ્રીલંકાની સામે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 35 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે પછી જોસ બટલરનાં 101 રન અને ત્યારબાદ કેપ્ટન ઈયોન મોર્ગનની કેપ્ટનશિપ ઈનિંગ્સથી ઈંગ્લેન્ડ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 137 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગાએ 34 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન દાસૂન શાંકા 26 રન બનાવી શક્યો હતો. વાનિન્દુ હસરંગાએ આ મેચમાં એક મોટી ઉપલબ્ધિ પણ મેળવી છે.

England vs Sri Lanka

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ આ ભારતીય ખેલાડી બન્યો

આપને જણાવી દઇએ કે, શ્રીલંકાનાં કેપ્ટન દાસુન સનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ઇનિંગ્સ શરૂઆતથી જ ખોરવાઇ ગઇ હતી. જો કે બટલર અને કેપ્ટન મોર્ગને સ્થિતિને સંભાળી અને શ્રીલંકાને 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે આ મેચમાં વાનિન્દુ હસરંગાએ બે વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શ્રીલંકાનાં સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ભલે IPL માં કંઈ ખાસ કરી શક્યો નથી, પરંતુ T20 વર્લ્ડકપ દરમિયાન આ જ પીચ પર તે વિકેટ પર વિકેટ લઈ રહ્યો છે. શારજાહનાં મેદાનમાં ઈંગ્લેન્ડ સામે જેસન રોયની વિકેટ લઈને તે વર્લ્ડકપનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

England vs Sri Lanka

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ

33 વાનિદુ હસરંગા (2021)
32 તબરેઝ શમ્સી (2021)
એન્ડ્રુ ટાય (2018)
દાનિશ નાકરાણી (2021)

વર્લ્ડકપનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર

13 વાનિદુ હસરંગા
11 શાકિબ અલ હસન
9 જોશ ડેવી
8 મહિષ ઠિકશાના
8 લાહિરુ કુમારા
8 મુસ્તિફિઝુર રહેમાન

પ્રથમ 30 મેચમાં સૌથી વધુ વિકેટ

57 અજંતા મેન્ડિસ
50 વાનિન્દુ હસરંગા
49 રાશિદ ખાન
49 ઈમરાન તાહિર
48 મુસ્તિફિઝુર રહેમાન
47 ઉમર ગુલ

આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ‘જો તો’ પર ટકી ટીમ ઈન્ડિયાની નજર

વાનિન્દુ હસરંગા

અગાઉ 2021 માં, તબરેઝ શમ્સી T20 આંતરરાષ્ટ્રીયમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 2021 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. શનિવારે 30 ઓક્ટોબરે શ્રીલંકા સામેની મેચમાં તેણે ભાનુકા રાજપક્ષે, અવિષ્કા ફર્નાન્ડો અને વનિન્દુ હસરંગાને આઉટ કર્યા હતા. શમ્સી પહેલા એક કેલેન્ડરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ એન્ડ્રુ ટાયનાં નામે હતો. તેણે 2018માં 31 વિકેટ લીધી હતી. આ પહેલા શનિવારે હસરંગાએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શારજાહમાં રમાઈ રહેલી મેચમાં હેટ્રિક લીધી હતી. તે T20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો ત્રીજો બોલર બની ગયો છે. હસરંગાએ દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 18મી ઓવરમાં આ કારનામો કર્યો હતો. તેણે આ ક્રમની પ્રથમ વિકેટ 14.6 ઓવરમાં લીધી, ત્યારબાદ તેને 18મી ઓવરમાં બોલ સોંપવામાં આવ્યો. હસરંગાએ પ્રથમ બે બોલમાં વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી.