ગુજરાત/ સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ, ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી

શહેરમાં સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ. ક્રાઇમબ્રાંચની ટીમે દરોડા પાડતા મોટા પ્રમાણમાં દેશી દારૂનો મોટો જથ્થો પણ કબ્જે કર્યો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 22T142242.897 સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ, ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી

અમદાવાદ : શહેરમાં સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ. ક્રાઇમબ્રાંચની ટીમે દરોડા પાડતા મોટા પ્રમાણમાં દેશી દારૂનો મોટો જથ્થો પણ કબ્જે કર્યો. ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં સાબરમતી નદીના પટમાં પીપળજ ગામ પાછળ નદીમાંથી દારૂની ભઠ્ઠીઓ પકડી. દરોડામાં દારૂના જથ્થા સાથે દારૂ બનાવવાનો વોશ પણ જપ્ત કરવામાં આવ્યો.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતા પીપળજ ગામ પાછળ દરોડા પાડવા પંહોચી. ત્યારે બે શખ્સ બાવળોની જાડીમાંથી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ઉર્ફે કાલા ચુનારા નામનો શખ્સ દેશી દારૂની ભટ્ટી બનાવી લોકોને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો હતો. આ દરોડામાં પોલીસે 510 લીટર દેશી દારુ અને તેના બનાવવા માટે વપરાતો 4320 લીટર વોશ અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરી હતી. પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો જ્યારે અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ