Wrestlers Protest/ બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન – ‘ચાર્જશીટ દાખલ થવા દો, મારે હવે કંઈ ન કહેવું જોઈએ’

બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ SITએ લગભગ 208 લોકોના નિવેદન નોંધ્યા છે.

Top Stories India
Untitled 36 1 બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન - 'ચાર્જશીટ દાખલ થવા દો, મારે હવે કંઈ ન કહેવું જોઈએ'

પોતાના પર લાગેલા આરોપો પર ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું છે કે, “તમામ મામલા કોર્ટ સમક્ષ છે. સરકારે એ પણ ખાતરી આપી છે કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ થવા દો મને નથી લાગતું કે મારે હવે કંઈક કહેવું જોઈએ.” બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ SITએ લગભગ 208 લોકોના નિવેદન નોંધ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદનમાં બ્રિજ ભૂષણના સાથીદારો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને તેમના વર્તન વિશે પૂછવામાં આવ્યું છે.

સગીર કુસ્તીબાજના પિતાએ કહી આ વાત

જણાવીએ કે, કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, જેમાં સાત ફરિયાદીઓમાંથી એક સગીર રેસલર દ્વારા  બ્રિજ ભૂષણ શરણ વિરુદ્ધ POCSOમાં ફરિયાદ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. પીડિતાએ બાદમાં FIR પાછી ખેંચી લીધી અને તેના પિતાએ કહ્યું કે તેણે ગુસ્સામાં આવું કર્યું. હવે પોતાનું નિવેદન બદલીને પીડિતાએ રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી પોલીસની તપાસ પૂરી થઈ ગઈ છે

ગોંડા જઈને SITએ FIR માં નોંધાયેલી સમયરેખાને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણના દિલ્હીના નિવાસસ્થાને પણ બે વાર મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી કારણ કે વિનેશે દિલ્હીમાં જંતર-મંતર પાસેના તેના ઘરે છેડતીનો આરોપ મૂક્યો હતો. વર્ષ 2016-17ના CCTV ફૂટેજ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ હજુ સુધી જૂના ફૂટેજનો બેકઅપ મેળવી શકી નથી.

દિલ્હી પોલીસ આ અઠવાડિયે જ કોર્ટમાં બંને કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પહેલા ફાઈલ કરવાનો હતો, પરંતુ કેટલાક વધુ લોકોના નિવેદનની રાહ જોવાઈ રહી છે જે આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની તપાસ હવે લગભગ પૂરી થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણનું બે વખત નિવેદન નોંધ્યું છે અને તે મક્કમ છે કે વિનેશ અને અન્ય ખેલાડીઓએ જે તારીખોનો ઉલ્લેખ કર્યો છે, જો પોલીસ રેકોર્ડની બરાબર તપાસ કરશે તો તેમને ખબર પડશે કે હું તે સ્થળોએ હાજર નથી.

આ પણ વાંચો:કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોની બેઠક,હાર અંગે થઇ સમીક્ષા

આ પણ વાંચો: PM મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી,આ મુદ્દા પર થઇ વાત

આ પણ વાંચો:ભાજપના હિન્દુત્વ સામે વિરોધ પક્ષોની રાજકીય દાવ, 2024ની ચૂંટણીમાં ‘સ્પેશિયલ 8’

આ પણ વાંચો:કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મામલે કોંગ્રેસે જાણો શું કહ્યું…

આ પણ વાંચો:નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન થયા, તસવીર સામે આવી