Not Set/ ગુજરાત ખાતે બ્રિટનનાં નવા ડેપ્યુટી હાઇ કમિશ્નર પીટર કૂકે ચાર્જ સંભાળ્યો

ગુજરાત ખાતેની એકમાત્ર દૂતાવાસ કચેરી એવી બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનમાં નવનિયુક્ત ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે પીટર કૂકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા સાડા ચાર વર્ષથી ગુજરાતમાં દૂતાવાસ કચેરી (મિશન ઓફિસ) એ એકમાત્ર બ્રિટનની કાર્યરત છે. યુકે દ્વારા અમદાવાદમાં અગાઉ ટ્રેડ ઓફિસ કાર્યરત હતી. જેમાં 16 વર્ષ સુધી મિલિંંદ ગોડબોલે અને નંદિતા રાજપૂતે સફળ કામગીરી કરી […]

Ahmedabad Gujarat
Cook.Peter .UK ગુજરાત ખાતે બ્રિટનનાં નવા ડેપ્યુટી હાઇ કમિશ્નર પીટર કૂકે ચાર્જ સંભાળ્યો
ગુજરાત ખાતેની એકમાત્ર દૂતાવાસ કચેરી એવી બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનમાં નવનિયુક્ત ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે પીટર કૂકે ચાર્જ સંભાળી લીધો છે.
છેલ્લા સાડા ચાર વર્ષથી ગુજરાતમાં દૂતાવાસ કચેરી (મિશન ઓફિસ) એ એકમાત્ર બ્રિટનની કાર્યરત છે. યુકે દ્વારા અમદાવાદમાં અગાઉ ટ્રેડ ઓફિસ કાર્યરત હતી. જેમાં 16 વર્ષ સુધી મિલિંંદ ગોડબોલે અને નંદિતા રાજપૂતે સફળ કામગીરી કરી હતી. 2014માં ટ્રેડ ઓફિસને ડેપ્યુટી હાઇ કમિશનનાં કાર્યાલયમાં વિધિવત રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રથમ હાઇ કમિશ્નર તરીકે જેફ વેઇનની નિમણૂંક થઇ હતી.
ચારેક વર્ષ સુધી જેફ વેઇને ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે ગુજરાત અને બાદમાં રાજસ્થાનનો પણ હવાલો સંભાળ્યા બાદ જેફની બદલી લંડન ખાતે થઇ છે. તેનાં પુરોગામી તરીકે પીટર કૂકે કાર્યભાર સમભાળી લીધો છે.
15 ઓગષ્ટે કોલકતામાં જન્મેલા મૂળ સ્કોટલેન્ડનાં પીટર કૂક 1982નાં ફોરેન વિભાગનાં (બ્રિટન) સનદી અધિકારી છે. ગુજરાતનો કાર્યભાર સંભાળતા અગાઉ તેઓ બેલ્જિયમના યુકે દૂતાવાસનાં કોન્સુલ જનરલ હતા. આ અગાઉ તેમણે ડેનમાર્ક, તુર્કી, કતાર, યુએસએ, બારબાડોસ,ગયાના જેવા દેશોમાં બ્રિટનનાં રાજદ્વારી તરીકે જવાબદારી નિભાવી છે.