Rajkot News/ રાજકોટમાં લુખ્ખાતત્વોની ધોળા દિવસે લુખ્ખાગીરી

રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં 10 લોકોએ મારામારી કરી હતી. રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં 10 લોકોએ મારામારી કરી હતી. રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. આ દરમિયાન આવા લોકોમાં પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલી ચાની હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં 8 થી 10 લોકોએ મારામારી કરી હતી.

મળતી માહિતી મુજબ આ વિસ્તારની એક ચાની હોટલમાં કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોએ એકબીજા પર ગમે તેમ કરીને હુમલો કર્યો હતો. આ સમગ્ર ઝઘડો સીસીટીવીમાં કેદ થયો હતો.

જો કે આ ઘટના શા માટે બની અને કયા કારણોસર બની તે જાણી શકાયું નથી. પરંતુ રાજકોટ યુનિવર્સિટી પોલીસે સીસીટીવીના આધારે આરોપી સામે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે

આ પણ વાંચો: રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ અસામાજિક તત્વોએ દૂધની કોથળીઓ તોડી દૂધની કોથળીઓ તોડી ભય ફેલાવવા કોશિશ અમૂલની ગાડીમાંથી દૂધની થેલીઓ રસ્તા પર ફેંકી શહેરના ચુનારાવાડ

આ પણ વાંચો: અસામાજિક તત્વોનો આતંક, રાધાકૃષ્ણ સોસાયટીમાં કર્યો પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત