Vadodara/ ધર્મના ભાઈએ જ ગળામાં મંગલસૂત્ર પહેરાવી કહ્યું, આજથી તું મારી પત્ની છે, અને પછી….

ધર્મના ભાઈએ જ ગળામાં મંગલસૂત્ર પહેરાવી કહ્યું, આજથી તું મારી પત્ની છે, અને પછી….

Top Stories Gujarat Vadodara
chhotu vasava 2 ધર્મના ભાઈએ જ ગળામાં મંગલસૂત્ર પહેરાવી કહ્યું, આજથી તું મારી પત્ની છે, અને પછી....

@સંદીપ જેસડીયા, સાવલી 

સાવલી તાલુકાના પરથમપુરા ગામે ૧૫ વર્ષીય કિશોરી ને ધર્મના ભાઈ એ બળજબીપૂર્વક માંગમાં સિંદૂર પૂરી મંગળસૂત્ર પહેરાવી તું મારી પત્ની છે તેમ કહી જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને શારીરિક અડપલા કરવાના પ્રકરણમાં ફરિયાદના આધારે સાવલી પોલીસે ફરિયાદ નોંધી માતા પિતા અને પુત્રની ધરપકડ કરી જેલભેગા કર્યા છે

સાવલી પોલીસ મથકે તરુણીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પરથમપુરા ગામે પોતાના ફળિયામાં રહેતા અજીત સોલંકી ને નાનપણથી તે રાખડી બાંધતી હતી પરંતુ જેમ જેમ તરુણીએ મોટી થતી ગઈ તેમ ધર્મનો બનાવેલો ભાઇ અજીત કુદ્રષ્ટિ રાખતો હતો પરિણામે તરુણીએ આ માણસ થી અંતર રાખવાનું ચાલુ કર્યું હતું જ્યારે આરોપીના માતા-પિતા તરુણીને ઘરમાં બોલાવી ને કહેતા કે તારું લગ્ન મારા દીકરા સાથે કરાવી આપીશ.

મારા દીકરાને તેની પત્ની ગમતી નથી .તેથી જ છૂટાછેડા લઈ લઈશું. અને તને પત્ની તરીકે રાખીશું. જેથી પીડિતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તે દરમિયાન તારીખ 19 11 2020 ના રોજ અજીત નો ફોન આવેલો કે તને મારા માતા-પિતા બોલાવે છે. તારું કામ છે જેથી તે અજીત ના ઘરે ગઈ હતી. ત્યારે હજી તેના માતા-પિતાએ કહેલ કે તુ હવે અમારા ઘરની વહુ છે. અને એમ કંહી પુરી દીધેલી અને આરોપીએ શારીરિક અડપલા કરવા ની કોશિશ કરેલી અને ગુપ્ત ભાગે હાથ ફેરવવા ના પ્રયત્નો કરેલા. રાત્રિના ૧૧ વાગ્યા સુધી પોતાની પુત્રીને પરત ન ફરતા માતા-પિતા અજીત ના ઘરે શોધવા ગયેલા ત્યારે તરુણી નુ મોઢું બાંધીને આંખોએ પાટા બાંધી સંતાડી દીધી હતી. અને તરૂણી ના માતા-પિતાને જણાવેલ કે તમારી દીકરી અમારા ઘરે આવેલ નથી. ત્યારબાદ બંધક બનાવીને મંગળસૂત્ર પહેરાવી માથામાં સિંદૂર પૂરી ને મરજી વિરુદ્ધ કૃત્ય કરવાની કોશિશ કરેલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ વારંવાર આરોપીના માતા-પિતા જ્યારે તે પાણી ભરતી હતી ત્યારે કહેવા લાગે છે કે તુ અમારા ઘરે રહેવા આવી જા તારા માતા પિતાના ઘેર જઈશ નહિ. અને તરુણીના માતા-પિતા પાસે તેની માગણી કરી કે આ મારી વહુ છે. જેથી વાતાવરણ ઉગ્ર થયું હતું. અને મારામારી થતા પીડિતાના પિતાના બરડામાં ધારીયા નો ઝટકો પણ આરોપી અજીત એ માર્યો હતો.

જોકે તે બાબતે કોઈ ફરિયાદ ન થતા આરોપી ની હિંમત ખુલી ગઈ હતી. અને ફરી એકવાર તારીખ 29 12 2020 ના રોજ ફરીથી તરુણીને સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવી તુ હવે મારી પત્ની થઈ ગઈ હવે તારે મારા ઘરે જ રહેવાનું છે. અને જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ અને ગામ છોડાવી દઈશું તેવી ધમકી આપતા તરુણી હિંમત કરીને સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાવલી પીએસઆઇ અલ્પેશ મહિડાએ 1 અજીતભાઈ ભરતભાઈ સોલંકી રહે નવીનગરી પરથમપુરા તાલુકો સાવલી 2 ગંગાબેન ભરતભાઈ સોલંકી રહે નવીનગરી પરથમપુરા 3 ભરતભાઈ છતરાભાઈ સોલંકી રહે નવીનગરી પરથમપુરા તાલુકો સાવલી ના ની પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી માતા પિતા અને પુત્ર ત્રણેયને ઝડપીને જેલભેગા કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે