Not Set/ ડાયાબિટીશ, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવાને લઇને દરેક બીમારીઓમાં ફાયદાકારક છે બ્રાઉન રાઇસ

ઘણીવાર લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, પરંતુ ઘણી વખત વજન વધવાના ડરથી તે ખાતા નથી. આવી સ્થિતિમાં બ્રાઉન રાઇસ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. સ્વાસ્થ્ય માટે બ્રાઉન રાઇસ ઘણી રીતે ફાયદાકારક છે. જો તેની તુલના સફેદ ચોખા સાથે કરવામાં આવે તો તે વધુ પોષક છે. તે અનેક રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ […]

Lifestyle
brown rice ડાયાબિટીશ, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવાને લઇને દરેક બીમારીઓમાં ફાયદાકારક છે બ્રાઉન રાઇસ

ઘણીવાર લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, પરંતુ ઘણી વખત વજન વધવાના ડરથી તે ખાતા નથી. આવી સ્થિતિમાં બ્રાઉન રાઇસ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. સ્વાસ્થ્ય માટે બ્રાઉન રાઇસ ઘણી રીતે ફાયદાકારક છે. જો તેની તુલના સફેદ ચોખા સાથે કરવામાં આવે તો તે વધુ પોષક છે. તે અનેક રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં છે. કેલરી ઘટાડવાની સાથે તેના અન્ય ઘણા ફાયદા પણ છે.

Image result for બ્રાઉન રાઇસના

એક અહેવાલ મુજબ બ્રાઉન રાઇસ જેવા અનાજનું સેવન ટાઇપ -2 ડાયાબિટીઝને રોકવામાં મદદરુપ છે. સફેદ ચોખા કરતા બ્રાઉન રાઇસમાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ ઓછો છે. જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધતું નથી.

Image result for બ્રાઉન રાઇસના

હેલ્થલાઈનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બ્રાઉન રાઇસ હૃદયરોગના સ્વાસ્થ્યને સુધારે છે. તે ફાયદાકારક સંયોજનોથી ભરેલા છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે. આજકાલ યુવાનોમાં હાર્ટને લગતી બીમારીઓ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં કોલેસ્ટ્રોલ સંતુલિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Image result for બ્રાઉન રાઇસના

મગજને સ્વસ્થ રાખે છે
આજની ભાગ દોડની લાઇફમાં આપણે અનેક પ્રકારની માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી માનસિક બીમારીઓનું જોખમ રહેલું છે. મેંગેનીઝ બ્રાઉન રાઇસમાં જોવા મળે છે. આ પોષક તત્વો ફેટી એસિડ્સ અને હોર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે જે નર્વસ સિસ્ટમને લાભ આપે છે.

વજન ઘટાડવામાં મદદગાર
સફેદ ચોખા કરતા બ્રાઉન રાઇસમાં નોંધપાત્ર રીતે ઓછી કેલરી હોય છે. આ કિસ્સામાં તે વજન ઘટાડવામાં મદદગાર છે. બ્રાઉન રાઇસમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે મેટાબોલિઝમને સ્વસ્થ રાખે છે.